ગઢડા તાલુકાના પીપળીયા ગામના ભાઈ -બહેને ઝાડ સાથે લટકી કરી આત્મહત્યા
ગઢડા તાલુકાના પીપળીયા ગામના ભાઈ -બહેને ઝાડ સાથે લટકી કરી આત્મહત્યા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામના દેવીપુજક સમાજના કૌટુંબીક ભાઈ-બહેનની કેશોદના સોંદરડા ગામે બાયપાસ નજીક આવેલા બાવળના જંગલમાં યુવક અને સગીરા એક જ દોરી પર બાવળના ઝાડ સાથે લટકતાં જોવા મળ્યાં હતાં. સ્થાનિક પોલીસની મદદથી બંને ને નીચે ઉતારી સરકારી હોસ્પિટલ ખસેડાતાં ડોકટરે તેમનું મોત થયાનું જાહેર કરાયા હતા યુવક બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળિયા ગામનો હિતેષભાઈ સચિનભાઈ ઘરોડિયા (ઉ. વ. 24) જયારે સગીરાની (ઉં. વ. 17) એક જ ગામ અને કુટુંબી ભાઈ-બહેન હોય તેવું જાણવા મળ્યું હતું. આ અંગે ગઢડા પોલીસ સ્ટેશનમા આ બન્નેના પરિવારમાંથી પોલીસને ગુમ થયા હોવાની કોઈ અરજી કે ફરિયાદ મળી ન હોવાથી ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જાણકારી પ્રાપ્ત થઈ હતી.કેશોદ પોલીસ સ્ટેશનની હદની આ ઘટનામાં યુવક અને સગીરા મળી આવ્યાં હતાં. આ ઘટનાની જાણ પોલીસ દ્વારા તેમના પરિવારને કરાતાં યુવકના કાકા આવ્યા હતા. યુવકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી બાદ તેમના મૃતદેહને તેમના વતન લઈ જવાયો હતો. પારિવારિક શરમ અનુભવાતાં બીજા દિવસે સવારે તેણીના મૃતદેહને લઈ જવા તેમનો પરિવાર પહોંચતાં સગીરાના મૃતદેહ સાથે કેશોદથી બોટાદ રવાના થયો હતો. યુવક અને સગીરાના આપઘાત કેસમાં બંને કુટુંબી ભાઈ-બહેન થતાં હોય યુવકના લગ્ન થયેલાં હોય તેને 1 બાળક હોવાથી લગ્ન કરી શકશે નહીં, તેમ માની આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. આપઘાત કરનાર બંને કુટુંબી ભાઈ - બહેન થતાં હોવાથી પરિવારે બોલવાનું ટાળ્યું હતું. આ અંગે કેશોદ પોલીસ સ્ટેશન પીઆઇ બી. બી. કોળીએ એ. ડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આપઘાત કરનાર યુવક અને સગીરાએ 200 કિમી દુર અવાવરૂ જગ્યા પસંદ કેમ કરી? અહીંયાતેના કોઈ જાણીતા રહેતાં હતાં કે કેમ? જેથી કરીને આ બંને અહીંયા આવ્યાં હોય અને એકાંતવાળી જગ્યા જોઈ આપઘાત કરવા મન બનાવી લીધું હોય આ અંગે ગઢડા પી. આઈ. મયુરૉસિંહ જાડેજા સાથે ટેલીફોનીક સપર્ક કરતાં તેમને જણાવ્યુ હતુ કે અહીંની પોલીસ ઘટનાસ્થળે ગઈ નહોતી પરંતુ કેશોદના પી. આઈ. સાથે ટેલીફોનીક વાત થતા તેમને એ. ડી દાખલ કરી તપાસ હાથ ધરી
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.