મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો નેત્રદતા સ્વ કનુભાઈ ધેવરીયા નાં પુત્ર રત્નો ની હદયસ્પર્શી અપીલ
મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો નેત્રદતા સ્વ કનુભાઈ ધેવરીયા નાં પુત્ર રત્નો ની હદયસ્પર્શી અપીલ
અમરેલી ભોરીગડા તા.લીલીયા ના વતની સુરત સ્થિત અભીલાષા હાઈટ્સ ઉત્રાણ ખાતે રહેતા કનુભાઈ નારણભાઈ ઘેવરીયા નુ દેહાવસાન થતા તેમના પુત્ર રત્ન પ્રકાશભાઈ ની જાગૃતિ થી દિનેશભાઈ જોગાણી ને જાણ કરાતા નેત્રદાન સ્વીકારવા લેવા આપી હતી.ગંગા સ્વરુપ મુક્તાબેન પુત્ર રત્ન પ્રકાશભાઈ, કિરણભાઈ પુત્રી રત્ન અસ્મીતાબહેન હરેશભાઈ ઘામેલીયા, વનિતાબહેન રવીભાઈ લુખી પુત્રવઘુ શોભાબહેન, કાજલબહેન પૌત્ર હર્ષ રેયાન્સ, પૌત્રી કિત્યા અને પરીવાર ના સભ્યો ની ઉપસ્થિતિ મા નેત્રદાન લોક દ્રષ્ટિ ચેરી ટેબલ ટ્રસ્ટ ચક્ષુબેક ને અર્પણ કરેલ. પ્રકાશભાઈ એ એ ચક્ષુદાન દરમ્યાન જણાવ્યું કે ચક્ષુબેક પાસે થી અગાઉ તેમના ગામ ભોરિગડા માં રહેતા એક નવયુવાન ને નેત્રદાન મળેલ.એ યુવાન ને બન્ને આંખે દેખાતુ ન હતુ નેત્ર પત્યારોપણ થતા અત્યારે સારુ દેખાય છે તેમ જણાવ્યું હતું. ઓપ્થલ્મીક આસી. દિનેશભાઈ જોગાણી એ ડો પ્રફુલ્લભાઈ શિરોયા,લોક દ્રષ્ટિ ચક્ષુબેક ઈન્ડીયન રેડ કોર્સ સોસાયટી રેડકોર્સ બલ્ડ સેન્ટર, લાયન્સ કલ્બ ઓફ સુરત ઈસ્ટ વતી નેત્ર દાતા ને વંદન કરી નેત્ર દાતા પરીવાર નો આભાર વ્યક્ત કરી નેત્ર દાન વિશે પરીવાર જનો ને માહીતી આપી હતી. સુરત મા નેત્રદાન ની પ્રવૃત્તિ સારી થાય છે છત્તા વઘુ જાગૃતિ કેળવી ને ગુજરાત ના બીજા જીલ્લા અને ભારત ના અન્ય રાજ્ય મા વઘુ નેત્રદાન ના પ્રચાર ની જરુરીયાત છે. તો જ ભારત માં કાળી કીકી ના કારણે અંઘત્વ ભોગવતા લોકો ની સંખ્યા માં ઘટાડો થાય માટે દરેક જાગૃત નાગરીક નેત્રદાતા સંકલ્પી બને તે માટે અપીલ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.