પૂરની પરિસ્થિતિમાં બનીએ સભાન : જરૂર જણાય ત્યારે બોટાદ જિલ્લા કંટ્રોલ રૂમ 02849 271340 અથવા 02849 271341નો સંપર્ક કરો
ચોમાસાની સિઝન દરમિયાન શહેરમાં નદી-નાળા-વોકળામાં પૂર આવવાની સંભાવના રહે છે. ત્યારે ગ્રામલોકોએ નાસભાગ કરવાની કે ડરવાની જરૂર નથી, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વ્યવસ્થાઓથી વાકેફ થવાની અને સમસ્યા જણાય ત્યાં તેમની મદદ મેળવીને એક જવાબદાર નાગરીક તરીકે વર્તવાની જરૂર છે. આવી પરિસ્થિતિમાં તમારી અને તમારા આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો.
ડિઝાસ્ટર શાખા, ક્લેક્ટર ઓફીસ, બોટાદ દ્વારા કંટ્રોલ રૂમ / હેલ્પ લાઇન નંબર 02849 271340 અને 02849 271341 જાહેર કરવામાં આવ્યા છે જેનો સંપર્ક કરીને મદદ મેળવી શકો છો. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર-1077 પર સંપર્ક કરીને પણ આપ જાણકારી મેળવી શકો છો. બોટાદ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે 24*7 અવિરત કંટ્રોલ રૂમ કાર્યરત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.