શહેરા તાલુકા Htat મુખ્ય શિક્ષકો દ્વારા જિલ્લાફેર બદલી કેમ્પ જાહેર કરાતા શૈક્ષિક મહાસંઘ નો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો . - At This Time

શહેરા તાલુકા Htat મુખ્ય શિક્ષકો દ્વારા જિલ્લાફેર બદલી કેમ્પ જાહેર કરાતા શૈક્ષિક મહાસંઘ નો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો .


શહેરા
આજ રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં Htat મુખ્ય શિક્ષકો દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ અનિરૂદ્ધસિંહ સોલંકી તેમજ સંગઠનમંત્રી શ્રી સરદારભાઈ મછાર,માધ્યમિક સંવર્ગ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર આજે શહેરા ખાતે ઉપસ્થિત રહેતા શૈક્ષિક મહાસંઘ દ્વારા સતત ૨૦૧૯ થી Htat મુખ્ય શિક્ષકો ના બદલી નિયમો બને તે માટે રજૂઆતો ,ચર્ચા અને આંદોલનો કર્યા ત્યારે બાર બાર વર્ષ થયે htat મુખ્ય શિક્ષકોના બદલી નિયમો જાહેર થયા જેના ભાગરૂપે એક માસ પહેલા મુખ્ય શિક્ષકો ના જિલ્લા આંતરિક બદલી કેમ્પ યોજાયા જેનો લાભ મુખ્યશિક્ષકોને મળતો થયો ,ત્યાર બાદ જિલ્લાફેર બદલી ઇચ્છુક મુખ્ય શિક્ષકો માટે બદલી તારીખો જાહેર ના થતાં સંગઠન દ્વારા લેખિતમાં સરકાર માં રજૂઆત કરી બદલી કૅમ્પો જાહેર નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી જેના ભાગરૂપે હાલ મુખ્ય શિક્ષકો ના જિલ્લાફેર બદલી કેમ્પ જાહેર થતાં શહેરા તાલુકા સહિત ,જિલ્લા તેમજ રાજ્યના htat મુખ્ય શિક્ષકો માં ખુશી ફેલાઈ હતી અને મુખ્ય શિક્ષકો એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નો આભાર પ્રગટ કર્યો જેના ભાગરૂપે આજે શહેરા તાલુકામાં
શહેરા તાલુકા મુખ્યશિક્ષક શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ સુરેશભાઈ રેવાભાઈ પટેલ મહામંત્રી રામભાઈ વણકર ,જિલ્લા સંગઠન મંત્રી અમિતભાઈ શર્મા , બીટ કે.ની વિનોદભાઈ પટેલ ,પ્રશાંતભાઈ પંડ્યા સહિત પ્રવિણસિંહ રાઠોડ ,શહેરા શિક્ષક મંડળી ના વાઇસ ચેરમેન સરદારસિંહ વણઝારા , અહેમદભાઈ પટેલ જિલ્લા મહાસંઘના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ ,પરસોત્તમભાઈ દાસ ,કિરીટસિંહ સોલંકી વિજયભાઈ પટેલ ,દિનેશભાઈ ,દિગણતભાઈ સહિત , તાલુકા શૈક્ષિક મહાસંઘ શહેરા ના અધ્યક્ષ મિતેશભાઈ અને મહામંત્રી જયપાલસિંહ સહિત મોટી સંખ્યામાં તાલુકાના Htat મુખ્ય શિક્ષકો આ આભાર દર્શન કરાયક્રમમાં જોડાયા હતા અને પ્રાંત પદાધિકારીશ્રી ઓનો આભાર પ્રગટ કરી પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ મિતેશભાઇ ભટ્ટ દ્વારા htat મુખ્ય શિક્ષકો ના મોટા ભાગ પ્રશ્નો ઉકેલાય ચૂક્યા છે હવે થોડા જે કોઈ પ્રશ્નો તે ઉકેલવા સંગઠન કાર્યરત રહેશે અને સૌનો સહકાર લઈ પ્રશ્નો ઉકેલવામાં સફળતા મળશે એમ જણાવેલ .
સાથે પ્રાથમિક સંવર્ગ ના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ દ્વારા જણાવેલ કે htat મુખ્ય શિક્ષક સંગઠન સાથે વર્ષો થી જોડાયેલ છે એક સિક્કાની એક બાજુ શિક્ષક છે અને બીજી બાજુ htat મુખ્ય શિક્ષકો છે સંગઠન હંમેશા htat મુખ્ય શિક્ષકો ના પ્રશ્નો ઉકેલવામાં કટિબદ્ધ બની કાર્ય કરશે .આગામી સમયમાં બાકી રહેલા તમામ પ્રશ્નો તબક્કાવાર ઉકેલાશે એવો મત વ્યક્ત કરી સૌનો આભાર પ્રગટ કરવામાં આવ્યો .

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.