જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી...... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી……


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી......
તારીખ 23 માર્ચના રોજ સમગ્ર દેશમાં શહીદ દિન ઉજવવામાં આવે છે જેમાં શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ગ્રુપ દ્વારા મોતીપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓને શહીદો વિશે માહિતી આપી તેમજ તેમનું મહત્વ સમજાવ્યું અને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય રશ્મિબેન પટેલ તથા સ્ટાફ મિત્રો ભાવિનીબેન, રોહિણીબેન, મૌલિકભાઈએ સારો સાથ સહકાર આપ્યો. ગ્રુપ તરફથી પ્રમુખ સોનબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, સહમંત્રી ઈલાબેન રાવલ, સંગીતાબેન, બીનાબેન હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image