હળવદ શ્રાવણ માસની અમાસના દિવસે શ્રી કેદારેશ્વર મહાદેવ ના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું
શ્રાવણ માસમાં દરેક શિવાલયોમાં ભક્તિપૂર્વક પૂજન અર્ચન કરવામા આવે છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો મહિનો એવું પણ કહેવાય છે ત્યારે હળવદના સુસવાવ ગામ નજીક અને બ્રાહ્મણી નદીના કાંઠે બિરાજમાન શ્રી કેદારેશ્વર મહાદેવ નો મહિમા અપરંપાર છે. હાલ આ મંદિર થોડા વર્ષો પહેલા નવું બનાવવામાં આવ્યું છે અગાઉ પાંડવ કાલીન કેદારેશ્વર મહાદેવનું મંદિર બાજુમાં આવેલ ડેમના કાઠે હતું લોકવાયકા મુજબ ત્યાં પાંડવો આવેલા અને ભીમ તાવડી પણ હાલમાં હયાત છે ત્યારે આજે શ્રાવણ માસની અમાસ નિમિત્તે આજુબાજુના ગામના શિવભક્તો ઉમટી પડ્યા હતા. અને પિતૃ માસ દરમિયાન શ્રીકેદારેશ્વર મહાદેવના પટાંગણમાં પિતૃ કાર્યનો પણ અનેરો મહિમા છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.