ટ્રાફિક સમસ્યાને લગતી ફરીયાદ માટે માહિતી આપવા જનજાગૃતિ રેલી યોજાઈ
ગુજરાત સરકાર દ્રારા ટ્રાફિક સમસ્યાને લગતી કોઈપણ ફરીયાદ માટે પોર્ટલ,વેબસાઈટ,ઈ- મેઈલ અને ટોલ ફ્રી નંબરની નવી સેવા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.જેની નાગરિકો સુધી જાણકારી મળી રહે તે માટે પ્રચાર-પ્રસાર કરવા પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર ટ્રાફિક શાખાને સુચના આપતા ટ્રાફિક પોલીસ દ્વારા પોર્ટલ,વેબસાઈટ,ઈ- મેઈલ અને ટ્રોલ ફ્રી નંબરની વિસ્તૃત માહિતી અંગેના બેનર્સ સાથેની પોરબંદરની મુખ્ય બજાર રાણીબાગ થી માણેકચોક સુધી રેલી યોજવામાં આવેલ હતી અને નાગરિકો તથા દુકાનધારકોને ઉપલબ્ધ કરેલ સુવિધા બાબતે માહિતગાર કરવામાં આવેલ હતા.નાગરિકો ટ્રાફિક સંબંધિત સમસ્યા અંગેની ફરીયાદ કરવા બાબતે સરકારે પ્રસિદ્ધ કરેલ સુવિધાનો લાભ લઈ શકે તે માટેના બેનર્સ અલગ અલગ જાહેર સ્થળોએ લગાવવામાં આવેલ હતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.