જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ પાસા ધારા હેઠળ હુકમ કરતા આશરે અઢાર લાખના પ્રોહિબિશનના ગુન્હામાં પકડાયેલ બે બુટલેગરો જેલના હવાલે*
*જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ પાસા ધારા હેઠળ હુકમ કરતા આશરે અઢાર લાખના પ્રોહિબિશનના ગુન્હામાં પકડાયેલ બે બુટલેગરો જેલના હવાલે*
-----------------------------------------
ગીર સોમનાથ ૨૨ ઓકટો: જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈશમ જશુભાઇ દડુભાઈ ગોહિલ, રહે. સનખડા,તા.ઉના અને માનભાઈ ભીખાભાઇ ભાલીયા, રહે.વાવરડા,તા.ઉના કે જેઓ ઉના પો. સ્ટે.ના ગુન્હામાં કિ.રૂ.૧૭,૮૦,૮૦૦/- નો ભારતીય બનાવટી દારૂ- બિયરનો વિપુલ પ્રમાણમાં પ્રોહીબીશનનો મુદ્દામાલને કબ્જામાં રાખીને હેરફેર કરતા પકડાયેલ.
આ ઈશમો ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ થાવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવુત્તિથી લોકોના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોવાનું તથા સમાજનું યુવાધન દારૂ તથા બિયરની બુરી લતે ચડી જાય જેનાથી સમાજનું યુવાધન માનસિક, શારીરિક તેમજ આર્થિક રીતે ખોખલું થતા યુવા પેઢીનું ભાવિ ધુધળું થાય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તા.૨૨/૧૦/૨૦૨૪ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા જશુભાઇ દડુભાઈ ગોહિલને મધ્યસ્થ જેલ, વડોદરા તથા માનભાઈ ભીખાભાઇ ભાલીયાને મધ્યસ્થ જેલ, સુરતના હવાલે કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.