ધંધુકા કાપડ એન્ડ રેડીમેડ એસોસિયેશન દ્વારા ખસ્તા ના વિક્રમસિંહ જી ગોહિલને શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરાયું
ધંધુકા કાપડ એન્ડ રેડીમેડ એસોસિયેશન દ્વારા ખસ્તા ના
વિક્રમસિંહ જી ગોહિલને શાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના બક્ષીપંચ મોરચાના મહામંત્રી ખસ્તાના વિક્રમસિંહ ગોહિલ જે ઓએ બુરાનપુર ખાતે સખત પાણીના પ્રવાહમાં તણાઈ રહેલ 2 નવયુવાનના જીવ બચાવવાં માટે સાલ ઓઢાડી સન્માન કરાયું.
અમદાવાદ જિલ્લાના ધોલેરાના પીપળી ગામના જવાનોને ભારે જહેમત બાદ બચાવ્યા 2 નવયુવાનની જિંદગી બચાવી તે બદલ ધંધુકા કાપડ એન્ડ રેડીમેડ એસોસિયેશન તથા ભીંડી બજારના વ્યાપારી ભાઈઓએ શાલ ઓઢાડી ફૂલહાર કરી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કાપડ રેડીમેડ એસોસિયેશનના ઉપપ્રમુખે અમલ ગાંધી, ખજાનચી હરેશભાઈ બગડીયા જન કલ્યાણ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી નિલેશભાઈ બગડીયા,ખસ્તા ગામના વેપારી યુવરાજભાઈ પરમાર, અગ્રણી વેપારી ભરતભાઈ કણજરીયા, કિશનભાઇ કણજરીયા,ધંધુકા વ્યાપારી એસોસિયેશન મંત્રી જીતેન્દ્ર ઝાલા હાજર હતા આ કાર્યક્રમ ભીંડી બજાર ના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે રાખવામાં આવેલ હતો સેવાકીય પ્રવૃત્તિ અને એક માનવતાના ઉદાહરણરૂપ કાર્યને બિરદાવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.