સરકારશ્રીના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત - At This Time

સરકારશ્રીના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત


બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
તારીખ 28મી જૂન ના રોજ બોટાદની શ્રી પ્રમુખસ્વામી વિદ્યાલય ખાતે શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન દિલીપભાઈ જોષી, શ્રી રેખાબેન ડુંગરાણી, શ્રી સી એલ ભીકડિયા, શ્રી દલસુખભાઈ અમદાવાદી, શ્રી લાલજીભાઈ કળથીયા, શ્રી ગણપતભાઈ શેખલીયા, શ્રી કેતનસિંહ પરમાર, શ્રી દિલીપભાઈ સાબવા, શ્રી દેવરાજભાઈ વાઘેલા, હરેશભાઈ ભોજક તથા અન્ય મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં વાલીઓની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો, શાળામાં પ્રવેશ પામનાર તમામ ભૂલકાઓને ઢોલના નાદ સાથે વાજતે ગાજતે મહેમાનોએ આંગળી પકડી શાળા પ્રવેશ કરાવેલ, શાળાઓની બાળાઓ દ્વારા પ્રાર્થના ગાન રજૂ થયું હતું. બાદમાં મહેમાનોના શાબ્દિક સ્વાગત તથા યુગ વિભૂતિ શ્રી પ્રમુખસ્વામી મહારાજ પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા ધોરણ તથા બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોને જાયન્ટ્સ ગ્રુપમાં બોટાદ દ્વારા પ્રાપ્ત થયેલ કીટ દ્વારા મહેમાનોના હસ્તે પ્રવેશ આપેલ, આજે ઇન્દ્ર દેવતાની કૃપા વર્ષા થતા કાર્યક્રમને ટૂંકમાં પૂર્ણ કરવાની ફરજ પડી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાઓના બાળકો દ્વારા તથા કાર્યક્રમને સુપેરે સંપન્ન કરવા માટે શાળાના આચાર્યશ્રી આર.ડી જીવાણી તથા સ્ટાફ ગણનો સહયોગ સાંપડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image