જાપાન ઈફેક્ટ : ભારતમાં VVIPsને IED જેવા જોખમોથી બચાવવા CRPF 45 કરોડના ખર્ચે ખરીદશે જામર
- જામર પોતાની આસપાસના સેંકડો મીટરના વિસ્તારમાં રિમોટથી કરવામાં આવતા IED બોમ્બને નિષ્ક્રીય કરી શકે છેનવી દિલ્હી, તા. 28 જુલાઈ 2022, ગુરૂવારCRPFને VVIPsને IED જેવા બોમ્બ વિસ્ફોટ જેવા જોખમોથી બચાવવા માટે વિશેષ RCIED જામર આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 45 કરોડના ખર્ચે આવા 10 જામર ખરીદવાની મંજૂરી આપી દીધી છે. ખાસ પ્રકારના વાહનો ઉપર લાગેલા આ જામર પોતાની આસપાસના સેંકડો મીટરના વિસ્તારમાં રિમોટથી કરવામાં આવતા IED બોમ્બને નિષ્ક્રીય કરી શકે છે. પહેલાથી જ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ વગેરેની સુરક્ષામાં તેનો ઉપયોગ થતો હતો. હવે તેનો ઉપયોગ સંવેદન શીલ વિસ્તારોમાં અગ્રણી VVIPની મુલાકાત વખતે પણ કરવામાં આવશે. IEDના વધતા જોખમને અનુલક્ષીને CRPFએ વાહન ઉપર લગાવવામાં આવતા રિમોટ કન્ટ્રોલ એક્સપ્લોસિવ ડિવાઈસ (RCIED) જામરને ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તાજેતરમાં ગૃહ મંત્રાલયે તેમના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ દરેકની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા હશે. આવા 10 જામર ખરીદવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેવા અગ્રણી નેતાઓની સુરક્ષા સંભાળનાર CRPF પાસે આ પ્રકારના જામરની ખૂબ જ ઉણપ છે. આવી સ્થિતિમાં તેમને રાજ્યની પોલીસ ઉપર નિર્ભર રહેવું પડે છે. અનેક રાજ્યો પાસે આ પ્રકારના જામરવાળા વાહનો છે. કેન્દ્ર સરકારે ટોચના વ્યક્તિઓની સુરક્ષા માટે રાજ્ય ઉપર નિર્ભર ન રહેવાનો નિર્ણય લીધો છે. VIP કાફલાની સુરક્ષા કરશે જામરસુરક્ષા એજન્સીઓને આધુનિક બનાવવાની પ્રક્રિયાની અંતર્ગત ગયા વર્ષે ઓક્ટોબરમાં જામરને ખરીદવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જામરનો ઉપયોગ સંવેદનશીલ વિસ્તારોમાં VVIPની અવર જવર દરમિયાન કરવામાં આવશે. તે મહત્વપૂર્ણ વાહન માઉન્ટેડ જામર છે અને તે કાફલાની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે.જામરનો ઉપયોગ ક્યા ક્યાં થશે?આ જામરનો ઉપયોગ ખાસકરીને જમ્મુ અને કાશ્મીરમાં અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં VVIPને ખતરાની આશંકાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. તેનો ઉપયોગ એવા વિસ્તારોમાં પણ કરવામાં આવશે જ્યાં છેલ્લા કેટલાક મહિનામાં વિસ્ફોટકો જપ્ત કરવાના મામલાઓ વધી ગયા છે. ગૃહમંત્રાલયના આંકડાઓ પ્રમાણે જમ્મૂ-કાશ્મીરમાં IEDની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.RCIED જામર કેવી રીતે કામ કરે છે?આ જામર IEDથી થતા વિસ્ફોટના જોખમને પહોંચી વળવા માટેની એક મહત્વપૂર્ણ સિસ્ટમ છે. તેમાં વાહન ઉપર જામર લગાવેલા હોય છે. આ જામર IED વિસ્ફોટ કરવા માટેની જરૂરી રેડિયો ફ્રીકવન્સીને બ્લોક કરી દે છે અને આવી રીતે IEDને બ્લાસ્ટ થતા રોકે છે. તે આશરે સો મીટર સુધીના વિસ્તારને સુરક્ષિત કરી શકે છે. અનેક પ્રકારની એન્ટિના લાગેલા આવા વાહનોને વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની અવર જવર દરમિયાન જોઈ શકાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.