17 લાખ રૃપિયા લઇ ફ્લેટ નહીં આપનાર પાંચ બિલ્ડર સામે ગુનો
અડાલજની શ્રી લક્ષ્મીબાલાજી સ્ટેટસ વસાહતમાં૧૨ વર્ષ અગાઉ શિક્ષિકાએ રૃપિયા ચૂકવી દિધા હોવા છતાં પણ ફ્લેટનું પઝેશન નહીં મળતા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતીગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજ ગામની સીમમાં શ્રી લક્ષ્મી
બાલાજી સ્ટેટસ નામની વસાહતમાં ફ્લેટ બુક કરાવનાર શિક્ષિકા પાસેથી ૧૭ લાખ રૃપિયા લઇ
લીધા બાદ પણ ફ્લેટ કે રૃપિયા પરત નહીં મળતા ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી
હતી જેના અનુસંદાને છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ અંગે મળતી વિગતો પ્રમાણે, કલોલ તાલુકાના ધમાસણા ખાતે રહેતા અને અડાલજ પ્રાથમિક
શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભારતીબેન સંજયભાઇ પટેલે વર્ષ ૨૦૧૦માં અડાલજની
શ્રી લક્ષ્મી બાલાજી સ્ટેટસ નામની સ્કીમમાં ફ્લેટ નં. બી-૨૦૪ બુક કરાવ્યો હતો અને
આ માટે ચાંદખેડાના બિલ્ડર કમલેશ સુગ્નોમલ મહેરચંદાણી, નારાયણદાસ
સુગ્નોમલ મહેરચંદાણી, અનિલ
નારાયણદાસ મહેરચંદાણી, કિશોર
નારાયણદાસ મહેરચંદાણી અને રાજકમાર સુગ્નોમલ મહેરચંદાણીને અલગ અલગ તબક્કે ૧૭ લાખ
રૃપિયા ચૂકવી દીધા હતા.જો કે,
આ બિલ્ડરોએ ગુડાની વિવિધ મંજુરીઓ વગર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાથી સ્કીમને
અટકાવી દેવામાં આવી હતી જેથી ફ્લેટ માટે ભારતીબેને અવારનાવર ધક્કા ખાધા હતા પરંતુ
ફ્લેટ મળ્યો ન હતો અને રૃપિયા પણ બિલ્ડરો દ્વારા પરત આપવામાં આવ્યા ન હતા જેથી આ
મામલે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરવામાં આવતા તપાસના અંતે પાંચેય બિલ્ડરો
સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.