**31 -ડીસેમ્બરને લઈને ધાવડિયા ચેકપોસ્ટ ખાતે,પોલીસ એલર્ટ: રાજસ્થાનથી ગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડતા તત્વોને ઝડપી પાડવા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત સતત વાહન ચેકીંગ હાથ ધરાયુ **
**31 -ડીસેમ્બરને લઈને પોલીસ એલર્ટ: ધાવડિયા ચેક પોસ્ટ નજીકથી રાજસ્થાનથી ગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડતા તત્વોને ઝડપી પાડવા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત સતત વાહન ચેકીંગ હાથ ધરાયુ **
આગામી 31મી ડિસેમ્બરને અનુલક્ષીને દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારની ચેકપોસ્ટો પર પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વિદેશી દારૂની હેરાફેરી તેમજ અન્ય નશીલા પદાર્થની હેરાફેરી અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર કટીબધ્ધ છે. ચોવીસે કલાક પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં સઘન ચેકીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાધનોમાં અનેરો ધનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાંય ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના કડક અમલ વચ્ચે 31મી ડિસેમ્બરના રોજ આ દારૂ બંધીનું કડકમાં કડક અમલ કરવાના ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લા પોલીસ સજ્જ બની છે.
દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો જિલ્લો છે. તેમાંય ખાસ કરીને દાહોદ જિલ્લા મારફતે આ બંન્ને રાજ્યોમાંથી વિદેશી દારૂ ઘૂસાડવાનું ષડયંત્ર અવાર નવાર બુટલેગરો દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી વિદેશી દારૂની બદીને ડામવા તેમજ દારૂ બંધીના અમલની કાર્યવાહી રૂપે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલ દાહોદની ચેકપોસ્ટો જેવી કે, ઝાલોદની ધાવડીયા ચેકપોસ્ટ, દાહોદની ખંગેલા ચેકપોસ્ટ તેમજ ગરબાડાની ચેકપોસ્ટો પર પોલીસે ચોવીસ દ્વારા કલાક સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.