કાલસારી સરદારપટેલ હાયસ્કુલમાસંભાવમિત્ર મન્ડળ દ્વારા રોગપ્રતિ કારક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
વિસાવદર તાલુકા ની કાલસારી ગામ ની કાલસારી કેળવણી મંડળ સંચાલિત શ્રી સરદાર પટેલ વિદ્યામંદિર હાઇસ્કૂલ માં આજે રોજ રબારિકા સરકારી આયુર્વેદિક દવાખાના ડો. પી.બી. બાલોચ સાહેબ ના અંગત માર્ગદર્શન અને સૂચના મુજબ , સમભાવ મિત્ર મંડળ ના ઈશ્વરદાસભાઈ ગોંડલિયા, હંસરાજભાઇ રામાણી, ઇલ્યાસભાઈ ભારમલ, ભરતભાઈ હીરપરા ના સહયોગ થી બાળકો માં રોગપ્રતિકારક શક્તિવધે અને અત્યારેચોમાસા દરમ્યાન બાળકો ની તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી આયુર્વેદિક ઉકાળો બનાવી ને બાળકો અને ગામ જનો ને પાયો હતો .. આ પ્રસંગે સરદાર પટેલ હાઇસ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી એલ.એલ. સાવલિયા, વી.એમ ઝાલા, ડી.જે. પડસાલા , એમ.જે.ટાંક, ડી.કે. ડોડીયા, એન.આર.કોરાટ, એમ. વી. ડાંગર, વી.એ. ગોંધિય. ના સફળ આયોજન થી કાર્યક્રમ સફળ રહ્યો હતો.... આ તકે નિવૃત્ત શિક્ષક એસ.જે.ગુંદરણીયા, ચી.વી. વાઘેલા, રમેશભાઇ માંરોલિયા અને પ્રમુખ , ઉપપ્રમુખ, ટ્રસ્ટી મંડળ અને ટ્રસ્ટ સહયોગી મંડળે હાજરી આપી ને શિક્ષકો ના આ આયોજન ને બિરદાવ્યા હતો આ ઉપરાંત કાલસારીના મોભી અને સમાજ શ્રેષ્ઠી સુરતથી શ્રીજગદીશ ભાઈ હપાણી સાથે વીડિયો લોક થી વાત કરતા તેવો એ... હર્ષો ઉલ્લાસ સાથે શિક્ષકો અને વાલી મંડળ ને બિરદાવી ને સ્કૂલના ભવિષ્ય માટે યોગ્ય શુચનો આપ્યા હતા
રિપોર્ટ હરેશમહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.