જોરાવરનગરની ત્રણ માસની બાળકીને ભુવાએ ડામ આપતા સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું. - At This Time

જોરાવરનગરની ત્રણ માસની બાળકીને ભુવાએ ડામ આપતા સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું.


અંધશ્રદ્ધા બાળકને ભુવાને ડામ દીધાનો બીજો બનાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત અંધશ્રદ્ધાના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા છ મહિનાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં બે અંધશ્રદ્ધાના બનાવે બે નાની એવી બાળકીઓના ભોગ લઈ લીધા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર વિસ્તારમાં મજૂરી કામ કરી અને પોતાનું જીવન ધોરણ ચલાવતા પરિવારની ત્રણ મહિનાની દીકરીને તાવ અને શરદી ઉધરસ જેવા રોગો હોય અને આ મામલે આ રોગોના ઈલાજ અંગે ભુવા પાસે લઈ જવામાં આવી હતી ત્રણ મહિનાની ભગવતી નામની બાળકીને ભુવા પાસે લઈ જવામાં આવતા ભુવા દ્વારા બાળકીના શરીરના અલગ અલગ અંગો ઉપર અગરબત્તીના ડામ આપવામાં આવ્યા હતા ત્યારે તેની હાલત ગંભીર થતાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા બાદ તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન ભગવતી નામની ત્રણ મહિનાની બાળકીનું મોત થઈ ગયું છે જોકે આ મુદ્દે હજુ સુધી પોલીસ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ભુવા સામે કાર્યવાહી નથી કરવામાં આવી અંધશ્રદ્ધાએ ત્રણ મહિનાની માસુમ બાળકીનો ભોગ લઈ લીધો છે ત્યારે હવે જોરાવ નગર પોલીસ રાજકોટ જવા માટે રવાના થઈ છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આવા પ્રકારના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે 21 મી સદીમાં પણ અંધશ્રદ્ધાનો બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો છે અને ત્રણ મહિનાની માસુમ બાળકીનો જીવ આ અંધશ્રદ્ધાના પગલે જતો રહ્યો છે હાલની પરિસ્થિતિ મુજબ જોરાવનગર પોલીસ રાજકોટ જવા માટે રવાના થઈ છે બાળકીના પિતા પણ અલગ અલગ રોગોથી પીડાય છે ત્યારે તેની ત્રણ મહિનાની બાળકીને પણ શરદી ઉધરસ અને તાવ આવતા ભુવા પાસે લઈ જવામાં આવી હતી જે માસુમ બાળકી મોતને ભેટી છે તેના દાદા દાદી દ્વારા તેને ભુવા પાસે લઈ જવામાં આવતી હતી અને સતત અગરબત્તીના નામ આપવામાં આવતા હતા ભુવા દ્વારા કુર્તાપૂર્વક રીતે નામ આપ્યા બાદ બાળકીની હાલત વધુ લથડી હતી અને હવે તેનું મોત નીપજી ગયું છે ત્યારે પરિવાર પણ આ મુદ્દે શોકમગ્ન બન્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.