કલાનગરી પોરબંદરમાં ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન
કલાનગરી પોરબંદરમાં ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન
પોરબંદર કલાનગરી પોરબંદરમાં ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.
આગામી તારીખ 26 થી 31 માર્ચ 2024 દરમિયાન મુંબઈ સ્થિત ધ આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના 25 જેટલા ચિત્રકારોનું એક સ્ટડી ટુરનું આયોજન પોરબંદર ખાતે થવા જઈ રહ્યું છે.
પોરબંદરના વિવિધ ઐતિહાસિક સ્થળો તથા બંદર વિસ્તારના રમણીય સ્થળોનું વોટર કલરના માધ્યમમાં રંગીન ચિત્ર દ્વારા ચિત્રાંકન કરશે જેમાં વિશેષ ઉપસ્થિતિ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ચિત્રકાર શ્રી વાસુદેવ કામ ઠ સાહેબ,શ્રી વિજય આચરેકર જી તથા શ્રી અલકાબેન વોરા
મુંબઈ થી રહેશે સાથે નવોદિત કલાકારો પોતાના 6 દિવસય નિવાસી લેન્ડસ્કેપ સ્ટડી ટુર માં પોરબંદરને રંગ પછીથી કંડારશે.
લેન્ડસ્કેપ્સ સ્થળની વિગત
તા.26 સમય બપોરે 4 થી 7 :સાંદિપની હરિ મંદિર
તા.27 સવારે 7 થી સાંજે 7 : અસ્માવતી ઘાટ
તા.28 સવારે 7 થી સાંજે 5 : હજુર પેલેસ
તારીખ 29 સવારે 7 થી સાંજે 7 : બંદર એરીયા
તા.30 સવારે 7 થી સાંજે 7:
આર જી ટી કોલેજ- રાજમહેલ
તા.31સવારે 7 થી સાંજે 7:
કિર્તિ મંદિર, માણેક ચોક, દરબારગઢ, સુદામા મંદિર તદ ઉપરાંત તારીખ 30 ના રોજ સાંજે 5 થી 8 દરમ્યાન ચિત્રકારશ્રી વાસુદેવ કામઠ સાહેબ સાથે ચિત્રકલા પર એક કલા પરિસંવાદનું આયોજન મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે રહેશે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.