બોટાદ નગરપાલિકા વિસ્તારમાં રહેતા અને વૃક્ષારોપણ કરવા ઈચ્છતા નાગરિકો માટે નગરપાલિકા મદદે - At This Time

બોટાદ નગરપાલિકા વિસ્તારમાં રહેતા અને વૃક્ષારોપણ કરવા ઈચ્છતા નાગરિકો માટે નગરપાલિકા મદદે


(અસરફ જાંગડ દ્વારા)
વૃક્ષારોપણ હેતુસર ખાડા તેમજ જાળવણી માટે તાર ફેન્સીંગની વ્યવસ્થા કરી આપશે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો પોતાની સોસાયટી કે વિસ્તારમાં આવેલા કોમનપ્લોટમાં વૃક્ષારોપણ કરવા ઈચ્છતા હોય તેઓ બોટાદ નગરપાલિકાને જાણ કરીને મદદ લઈ શકે છે. બોટાદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ હેતુસર ખાડા કરી આપવામાં આવશે તેમજ કોમન પ્લોટ ખાતે વૃક્ષોની જાળવણી માટે તાર ફેન્સીંગની વ્યવસ્થા કરી અપાશે. ત્યા૨બાદ જે તે સોસાયટીના રહિશો/નગ૨જનોએ જરૂરી જાળવણી કરી વૃક્ષનો ઉછે૨ ક૨વાનો રહેશે. જે ધ્યાને લઈ બોટાદ શહેરના રસ ધરાવતાં નગરજનોને બોટાદ નગરપાલિકાનો સંપર્ક કરવા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાણ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.