રાજકોટના ફેશન ડિઝાઈનરોએ ખાદીમાંથી ચણિયા ચોલી, ફોટોફ્રેમ, નાડાછડીમાંથી શ્રીયંત્ર અને બંગડીમાંથી શર્ટની ડિઝાઈન તૈયાર કરી
નવરાત્રિમાં વિદ્યાર્થીઓએ નવસર્જન કરીને યુવાનોને ખાદી અપનાવવાનો વિચાર આપ્યો
રાજકોટમાં ફેશન ડિઝાઈનરના વિદ્યાર્થીઓેએ નવરાત્રિમાં નવસર્જન કરીને યુવા પેઢીને ખાદી અપનાવોનો વિચાર આપ્યો છે. ખાદીમાંથી ચણિયા ચોલી, દુપટ્ટા, ફોટોફ્રેમ, નાડાછડીમાંથી શ્રીયંત્ર બનાવ્યા છે. જ્યારે બંગડીમાંથી શર્ટની ડિઝાઈન તૈયાર કરી છે. આમ વિદ્યાર્થીઓએ સ્વરાજથી સ્વરોજગારીની તક ઊભી કરી છે. આ અભિયાનમાં 100થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને 20 દિવસની જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત બેગ્સ, ખાદી ટોપી, સ્કર્ટ, જેકેટ, હુડી, શર્ટ, હાથથી પેઈન્ટ કરેલા ખાદીના પડદા, ખાદીની ફોટોફ્રેમ, ખાદીના ટેબલ મેટ, કુશન કવર સહિતની અસંખ્ય ચીજવસ્તુઓ બનાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.