જસદણ તાલુકાના કોઠીગામનું ધોબીગળડાનો બેઠક પુલ જર્જરિત હાલતમાં - At This Time

જસદણ તાલુકાના કોઠીગામનું ધોબીગળડાનો બેઠક પુલ જર્જરિત હાલતમાં


જસદણ તાલુકાના કોઠીગામનું ધોબીગળડાનો બેઠક પુલ જર્જરિત હાલતમાં

જસદણ તાલુકાના કોઠીગામના આથમણી સીમમાં કનેસરાના કાચા રસ્તે (જુના રસ્તા) પર ધોબીગળડાનો બેઠક પુલ વરસાદના કારણે તુટી પડયો હાલમાં જસદણ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ વરસાદ વરસતાના કારણે પુલ તુટી પડયો હતો. આ રસ્તો પર દરરોજના હજારો ખેડુતો, વાહન ચાલકો પસાર થતા હોય છે. આ પુલ વાડી વિસ્તારમાં આવેલા હોવાથી ખેડૂતો ભાઇઓને હેરાનગતિ વેઠવી પડી રહી છે. બેઠક પુલ હોવાના કારણે અહીં વરસાદ વરસ્યો હોય તો કનેસરાગામથી વાડી વિસ્તારમાં જવું પડે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની માંગ છે કે આ પુલનું જલ્દીથી રિપેરિંગ કામ કરવા આવે પુલ પર એક ફુટના ખાડા પડી ગયા છે તેના કારણે બળદ ગાડી નહીં પણ મોટરસાયકલ લઈને ચાલવું મુશ્કેલ બની રહ્યું છે.તો તત્કાલ ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.