બોટાદનો સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો, 70 કિલોમીટરના એરિયામાં સિંચાઈ અને પીયતનું પાણી મળી રહેશે
(બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા)
બોટાદનો સુખભાદર ડેમ એ જીવાદોરી સમાન છે. હાલ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા ડેમ છલકાયો હતો હાલ ડેમ છલકાવવાને કારણે ડેમના 4 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલાયા હતા, સલામતીના ભાગરૂપે ત્રણ જિલ્લાના 20 ગામોને કરાયા એલર્ટ કરાયા હતા સુખભાદર ડેમ વર્ષ 2019માં પૂર્ણ સપાટીએ ભરાયો હતો બોટાદ જિલ્લાના રાણપુર અને અમદાવાદના ધંધુકા પંથક વચ્ચે જીવાદોરી સમાન સુખભાદર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમના 4 દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા ડેમ સંપૂર્ણ ભરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા 20 ગામોને સચેત કર્યા છે આ વિશે બોટાદ જિલ્લા કાર્યપાલક ઈજનેર જેશીંગભાઈ સુવરે જણાવ્યું હતું કે, “વર્ષ 1988માં સુખભાદર ડેમનું બાંધકામ પૂર્ણ કરાયું હતું. આ ડેમની ક્ષમતા 1458 એમ.સી.એફ.ટી છે આ ડેમ બોટાદ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના ગામોને સિંચાઈ પૂરી પાડી રહ્યો છે તેમજ 70 કિલોમીટરનો વિસ્તાર આવરે છે. ડેમ 20 દરવાજાથી ઓપરેટ કરવામાં આવે છે, જે પૈકી હાલ 4 દરવાજા ખોલાયા છે. 2589 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પોલીસ જવાનો તેમજ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરીના કર્મયોગીઓ રાઉન્ડ ધ ક્લોક અહીં તૈનાત કરવામાં આવ્યા છે આ ડેમ વર્ષ 2019માં પૂર્ણ સપાટીએ ભરાયો હતો ત્યાર બાદ વર્ષ 2024માં આ ઘટનાનું પુનરાવર્તન થયું છે તેમ અધિકારીએ જણાવ્યું હતું સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ જિલ્લાના નીચાણવાળા 20 ગામોને સચેત કરાયા હતા. જે પૈકી બોટાદ જિલ્લાના નાનાભડલા, લિંબોડા, દેરડી, દેવળીયા, સાંગણપુર, ગધાળીયા, હાંસલપુર, કિનારા, પાટણા, રાણપુર સહિતના ગામોને, અમદાવાદ જિલ્લાના અડવાળ, ધંધુકા, ગલસાણા, ગુંજાર, જાળીયા, મોરશીયા, વાગડ, વાસણા ગામોને તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભડલા, ચોરવીરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.