ભત્રીજીના લગ્નની તૈયારી કરતા બન્ને કાકા પર પ્રેમીએ છરી વડે ખૂની હુમલો કર્યો - At This Time

ભત્રીજીના લગ્નની તૈયારી કરતા બન્ને કાકા પર પ્રેમીએ છરી વડે ખૂની હુમલો કર્યો


રાજકોટના મોરબી રોડ પર બેડી ગામે રહેતા એક પરિવારની યુવતીનાં લગ્નની તૈયારી કરતા બંને કાકા પર પ્રેમીએ ખૂની હુમલો કરતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. જ્યારે સામાંપક્ષે યુવાનને પણ ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે કુવાડવા પોલીસે બંનેની ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.
વધુ વિગત પ્રમાણે,રાજકોટ તાલુકાનાં બેડી ગામે રહેતા એક પરિવારની દીકરીને સાતેક મહિના પહેલા ભાઈને મારી નાખવાની ધમકી આપી હડમતીયા (બેડી) ગામનો ધર્મેશ દિનેશભાઇ ચીતરીયા લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો.બાદમાં પરિવારજનો પોતાની દીકરીને પરત લાવ્યા હતા અને અન્યત્ર લગ્ન કરવાની તૈયારી ચાલુ કરી હતી.આ દરમિયાન આજે સાંજે 5.30 વાગ્યાનાં અરસામાં પ્રેમી ધર્મેશ ચીતરીયા ધસી આવ્યો હતો અને ત્યાં કહેતો કે આજે તો એને ભગાડી જ જવી છે અને ‘બીજે લગ્ન કરશો તો ત્યાંથી પણ ભગાડી જઇશ.’કહીને ઘર નજીક મંદિરે બેઠેલા યુવતીનાં કાકા મહેશભાઈ બાબુભાઈ બહુકિયા(ઉ.વ.30) અને સંજય અમરશીભાઈ બહુકિયા(ઉ.વ.37) પર છરી વડે ખૂની હુમલો કર્યો હતો.બંને પર હુમલો કરાતા નાસભાગ મચી ગઇ હતી.તેમજ ઘવાયેલા બંને સાડીના કારખાનામાં કામ કરે છે.
જ્યારે સામાંપક્ષે પ્રેમી ધર્મેશ હિતેશ(ઉ.વ.22)ને ભુપત બહુકિયા અને અજાણ્યા શખ્સોએ ઈંટ વડે હુમલો કરતા તે પણ ઘવાયો હતો.આ સમગ્ર બનાવ માં ઘવાયેલા તમામને સારવાર માટે સિવિલમાં ખસેડયા છે.ત્યાં પણ સામાંવાળાઓએ કારથી હડફેટે લેવા હુમલો કર્યો હતો.ધર્મેશના આક્ષેપ અંગે હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.ધર્મેશ ટ્રાફિક પોલીસની ટોઈંગવેનમાં કોન્ટ્રાકટથી નોકરી કરે છે.આ હુમલા અંગે જાણ થતાં જ કૂવાડવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.તેમજ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.