કચેરીઓમાં બિન અધિકૃત વ્યકિતોએનો પ્રવેશ અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું - At This Time

કચેરીઓમાં બિન અધિકૃત વ્યકિતોએનો પ્રવેશ અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


બોટાદ શહેરમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ)માં દરરોજ મોટા પ્રમાણમાં નાગરિકો અલગ અલગ સરકારી કામ અર્થે જેવા કે, લાયસન્સ સંબંધિત વાહન નોંધણી, વાહન તબદીલી, નોંધણી બાદની કાર્યવાહીઓ, ટેકસ ભરવાની કાર્યવાહી તથા પરમીટ સંબંધિત કાર્યવાહી માટે આવતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં બિન અધિકૃત વ્યકિતોએનો કચેરીમાં પ્રવેશ અટકાવવા માટે જાહેર જનતાના હિતમાં બોટાદ જિલ્લા નિવાસી અધિક મેજિસ્ટ્રેટ પી. એલ. ઝણકાત દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આથી બોટાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩ના કાયદાની કલમ-૧૬૩ હેઠળ અધિક મેજિસ્ટ્રેટને મળેલ સત્તાની રૂએ બોટાદ શહેરમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ)માં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઇસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.