અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ - At This Time

અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ


અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ગજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકોમા સુરક્ષા અન સલામતી અનુભવાય તથા સથાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષામત્મક કાર્યવાહી થાય. જે અન્વયે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજયના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા અને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે ગાંધીનગર રેન્જ આઇ.જી.વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ ગાંધીનગર રેન્જના જીલ્લાઓમા અસામાજીક પ્રવુતિ કરતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વે સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લાના પોલસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગાર, શરીર સંબધી, મીલકત સંબધી, તેમજ અન્ય વારંવાર ગુન્હાઓ કરતા કુલ-૧૫૦ ઇસમોની યાદી તૈયાર કરવમાં આવેલ હોય અને આ ઇસમોના ગેરકાયદેસર બાધકામ તથા જમીન ઉપર દબાણ તથા ગેરકાયદેસર વીજ જોડાણ તથા અગાઉના ગુન્હાઓમા મળેલ જામીન બાદ આચરેલ ગુન્હાઓ મળ્યેથી જામીન રદની કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર અંગે પગલા લેવા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓને સુચના આપવામા આવેલ.

જે અન્વયે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક પ્રવુતિ કરતા ઇસમોના વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ તથા હિંમતનગર UGVCL ટીમના કર્મચારીઓને સાથે રાખી કુલ-૧૫ ઇસમોના રહેણાક મકાને ગેરકાયદેસર વિજ જોડાણ અંગે તપાસ કરતા નીચે જણાવેલ ઇસમના રહેણાક મકાને ગેરકાયદેસર વિજ જોડાણ મળી આવતા તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરેલ.

(૧) રાજેન્દ્રસિહ અમરસિહ મકવાણા રહે.હાપા તા. હિંમતનગર જી.સા.કાં.

આ કામગીરી સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સા તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.આર.હેરભા સા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એમ.સોલંકી સા તથા ટી.આઇ.દેસાઇ સા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image