*ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૭૯ કિ.રૂ.૨૫,૨૯૦/- સહિત કુલ રૂ.૨૫,૫૯૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

*ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૭૯ કિ.રૂ.૨૫,૨૯૦/- સહિત કુલ રૂ.૨૫,૫૯૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ


*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૯/૦૯/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *પો.કો. એજાજખાન પઠાણને બાતમી મળેલ કે,* અવિનાશ પ્રવિણભાઇ બુધેલીયા રહે.ભરતનગર, ભાવનગરવાળા ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો થેલાઓમાં ભરીને ભાવનગર, નારી ચોકડી પુલ નીચે ઉભો છે. જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ કંપની સીલપેક નાની મોટી બોટલો મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર, વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

*આરોપીઃ-*
અવિનાશ પ્રવિણભાઇ બુધેલીયા ઉ.વ.૩૪ ધંધો-રી.ડ્રા.રહે.કવાટર્સ નં.૧૮૮,સીંગલીયા,ભરતનગર, ભાવનગર

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. બેગપાઇંપર ડીલક્ષ વ્હીસ્કી ૧ લી. પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૩૧ કિ.રૂ.૧૯,૫૩૦/-
2. બેગપાઇંપર ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૪૭ કિ.રૂ.૫,૬૪૦/-
3. ડી.એસ.પી.બ્લેક ડીલકસ વ્હીસ્કી ૧૮૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧ કિ.રૂ.૧૨૦/-
4. કાળા કલરનો SPORTS, કાળા કલરનો TRACE અને ગ્રે કલરનો TRACE લખેલ થેલા-૦૩ કિ.રૂ.૩૦૦/-
મળી *કુલ રૂ.૨૫,૫૯૦/-નો મુદ્દામાલ*

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, વિરેન્દ્દસિંહ ઘનશ્યામસિંહ, બાવકુદાન કુંચાલા, એજાજખાન પઠાણ, પ્રજ્ઞેશભાઇ પંડયા, હસમુખભાઇ પરમારવગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.