પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ નિગમિત કચેરી-બોટાદ તરફથી ઉતરાયણ નિમિતે સલામતી સંદેશના પેમ્પ્લેટ વિતરણ કર્યા - At This Time

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ નિગમિત કચેરી-બોટાદ તરફથી ઉતરાયણ નિમિતે સલામતી સંદેશના પેમ્પ્લેટ વિતરણ કર્યા


(કનુભાઈ ખાચર દ્વારા )
બોટાદ પી.જી.વી.સી.એલ ના ડેપ્યુટી એન્જીનીયર નીરવભાઈ પંડ્યા દ્વારા આવનાર ઉત્તરાયણ જેવા તહેવારોમાં બાળકો અને પક્ષીઓ ની સલામતી માટે બોટાદ ના હણકુય વિસ્તારમાં શહેરીજનો ને તેમજ હરણકુ ની પ્રા.શાળા અને કવિ શ્રી બોટાદકરમાં બાળકોને સાવચેતી એજ સલામતીના પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યું. માનવંતા ગ્રાહકો તથા જાહેર જનતાને ઉત્તરાયણ પૂર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે નીચે જણાવેલ વિગતો અવશ્ય ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી છે.
પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે હ થાંભલા પર ચઢશોનહી વીજળીના તાર કે કેબલને અડકશો નહિ. વીજળીના વાયર કે તાર ઉપરપડેલપતંગ લેવા લંગર નાખશો નહીં. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડાકા થવાની, તાર તુટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો ઉપકરણી) બળી જવાની સંભાવના રહે છે. થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે નસીબ બચાવે કોઈક વાર લોખંડના સળીયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે સુરક્ષા બચાવે વારંવાર
ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહીં, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમતી જીદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખો. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહી, તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે. વિજ વાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડશો નહી. જીવંત વિજરેષા સાથે રમત એટલે જિંદગી સાથે રમત ઉપરોકત સુચનો યાદ રાખી અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખશો તથા આપના બાળકોની સાથે રહી, સંપૂર્ણ સલામતી સાથે ઉત્તરાયણનો ઉત્સવ ઉમંગથી ઉજવશો તેવી શુભેચ્છા. નાયબ ઈજનેર પીજીવીસીએલ, બોટાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.