જામનગરમાં લમ્પી રોગચાળાથી ગાયો મોતના મુખમાં ધકેલાઇ રહી છે અને તંત્ર તમાશો જુવે છે
જામનગર, તા. 31 જાન્યુઆરી 2022 રવિવારજામનગરમાં લમ્પી વાયરસના કારણે ગૌવંશના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પગલા લેવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે. તેવા આક્ષેપ સાથે આજે રાજ્ય સરકારના મંત્રી સમક્ષ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ ના નેતા આનંદ રાઠોડ અને કોંગ્રેસના કોર્પોરેટર તથા વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી એ લમ્પી વાઇરસ ના મુદે મંત્રી સમક્ષ આક્રમક રજૂઆતો કરી હતી, જેમાં શહેરમાં પ્રથમ કેસ તા.2/5/022 ના રોજ નોંધાયો હતો ત્યાર પછી તેમાં સતત વધારો થયો હતો અને અનેક ગાયોના મૃત્યુ થયા છે.અને હજુ પણ એ સિલસિલો યથાવત જળવાયો છે. ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામા હોય તેમ જોવા મળે છે. શહેરમા ગાયોનું રસીકરણ પણ ડુપલીકેટ થઈ રહ્યું છે. ગાયો ની યોગ્ય સારવાર થતી નથી. ફક્ત ગૌશાળામાં અને ગૌ સેવકો દ્વારા જ સારવાર થઈ રહી છે. હેલ્પ લાઇન મા કોઇ ફોન ઉપાડતું નથી.વિજય તરફ શહેરમાં રહે છે તો ક્યાંક ગાયોના મૃતદેહો રઝળતા જોવા મળે છે .તેમની અંતિમક્રિયા પણ યોગ્ય રીતે થતી નથી. આથી આવી બીમાર ગાયોની છગન સારવાર કરવામાં આવે અને સાધન સુવિધા વધારવામાં આવે તથા બીમાર ગાયો માટે અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ. જેથી તંદુરસ્ત ગાયો ને ચેપ લાગતો બચાવી શકાય. આ માટે સત્વરે યોગ્ય કામગીરી થાય તે જરૂરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.