રિમાન્ડ પુર્ણ થતા બરવાળા લઠ્ઠાંકાડના ૧૪ આરોપીઓને જેલ હવાલે કરાયા
અમદાવાદબરવાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પોલીસે કેમીકલ સપ્લાય
કરનાર વ્યક્તિ અને બુટલેગરો સહિત કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવીને પુછપરછ
કરી હતી. જે રિમાન્ડ સોમવારે પૂર્ણ થતા તમામને ભાવનગર ખાતે જેલ હવાલે કરાયા હતા. જ્યારે
આ કેસમાં દિનેશ ઉર્ફે બન્ટી નામના વ્યક્તિનું નામ ખુલ્યું છે. જે હાલ ભાવનગરમાં સારવાર
હેઠળ હોવાથી બાદમાં તેની પુછપરછ કરવામાં આવશે.લઠ્ઠાંકાડ મામલે બરવાળા પોલીસ સ્ટેશનમાં હત્યા, કાવતરૂ અને પ્રોહીબીશનની
કલમ નોંધીને કુલ ૧૪ લોકો વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો. જે તમામની પોલીસે ધરપકડ કરીને
પાંચ દિવસના રિમાન્ડ મેળવીને સમગ્ર મામલે પુછપરછ કર્યા બાદ આજે બરવાળા કોર્ટમાં રજૂ
કર્યા હતા. જેમાં તેમને કોર્ટ ભાવનગર જેલ ખાતે મોકલી આપ્યા હતા. આ આરોપીઓમાં રોજીદ
ગામની મહિલા બુટલેગર ગજુબેન વડદરિયા ,
ચોકડી ગામે કેમીકલ યુક્ત દેશી દારૂ બનાવનાર પીન્ટુ દેવીપુજક, વિનોદ કુમારખાણીયા
અને તેનો ભાઇ સંજંય કુમારખાણીયા (રહે.નભોઇ,
તા. બરવાળા), કેમીકલ સપ્લાય
કરવામાં સંડોવણી ધરાવતા ધધુકાના હરેશા આંબલિયા, જટુભા લાલુભા
, વિજય પઢિયાર, સન્ની, રાજુ, અજીત કુમારખાણીયા, ભવાન રામુ અને ચમન
રસિકનો સમાવેશ થાય છે. બોટાદ ડીવાયએસપી એમ ડી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ કેસમાં જેયેશ સાથે
મળીને કેમીકલની હેરફેરમાં શંકાસ્પદ ભુમિકા ભજવનાર દિનેશ નામના વ્યક્તિનું નામ ખુલ્યું
છે. જે હાલ ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર
હેઠળ છે. તેની ધરપકડ કરીને આ કેસમાં વધુ પુછપરછ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.