સ્મૃતિ ઈરાનીની દીકરી સાથે સંકળાયેલી ટ્વિટ તરત જ ડીલિટ કરોઃ કોંગ્રેસી નેતાને કોર્ટનો નિર્દેશ - At This Time

સ્મૃતિ ઈરાનીની દીકરી સાથે સંકળાયેલી ટ્વિટ તરત જ ડીલિટ કરોઃ કોંગ્રેસી નેતાને કોર્ટનો નિર્દેશ


- કોંગ્રેસી નેતા જયરામ રમેશ, પવન ખેરા તથા નેટ્ટા ડિસૂજાને સમન પાઠવીને આગામી સુનાવણી વખતે જવાબ સાથે હાજર રહેવા માટે જણાવાયુંનવી દિલ્હી, તા. 29 જુલાઈ 2022, શુક્રવારદિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી મામલે કોંગ્રેસી નેતા જયરામ રમેશ તથા પવન ખેરાને સમન પાઠવ્યું છે. ઉપરાંત કોર્ટે પવન ખેરાને સ્મૃતિ ઈરાનીની દીકરી પર આક્ષેપ કરતી ટ્વિટ દૂર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.  પવન ખેરાએ પોતાની ટ્વિટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દીકરી ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. બંને નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્મૃતિ ઈરાનીની દીકરી બનાવટી લાઈસન્સ દ્વારા બાર ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો. Illegal Bar Row: Delhi HC directs Cong leaders to remove posts against Smriti Irani daughter, issues summons Read @ANI Story | https://t.co/JR6j1EkqrS#DelhiHighCourt #SmritiIrani #PawanKhera #JairamRamesh #Congress pic.twitter.com/SVr0SsFBLj— ANI Digital (@ani_digital) July 29, 2022 આ પણ વાંચોઃ પુત્રીના ગેરકાયદે બારથી દસ જ કિમી દુર સ્મૃતિ ઈરાનીનુ વૈભવી મકાન પણ છે, કોંગ્રેસનો વધુ એક સ્ફોટક આરોપકેન્દ્રીય મંત્રી ઈરાનીએ આ મામલે કોર્ટને જણાવ્યું કે, કોંગ્રેસી નેતા વારંવાર જે બારનો ઉલ્લેખ કરી રહ્યા છે તેના સાથે તેમને કે તેમની દીકરીને કોઈ જ સંબંધ નથી. બદઈરાદાપૂર્વક તેમની દીકરીના નામને તે બાર સાથે જોડવામાં આવ્યું છે. આ મામલે પાયાવિહોણા અને મનઘડંત આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે પવન ખેરાને બાર લાઈસન્સ વિવાદના આરોપો મામલે તે અપમાનજનક ટ્વિટ તાત્કાલિક દૂર કરી દેવાનો નિર્દેશ આપ્યો છે. આગામી 18 ઓગષ્ટના રોજ આ અંગે આગળની સુનાવણી હાથ ધરાશે. સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા સિવિલ માનહાનિના કેસ મામલે કોર્ટે કોંગ્રેસી નેતા જયરામ રમેશ, પવન ખેરા તથા નેટ્ટા ડિસૂજાને સમન પાઠવીને આગામી સુનાવણી વખતે જવાબ સાથે હાજર રહેવા માટે જણાવ્યું છે. માનહાનિનો સિવિલ સૂટ હોવાના કારણે સમન પાઠવવામાં આવ્યા છે. શું છે સમગ્ર વિવાદકોંગ્રેસી પ્રવક્તા પવન ખેરાએ કહ્યું હતું કે, તેઓ જે પાર્ટી સાથે જોડાયેલા છે તે મુજબ તેમની દીકરી પણ ખૂબ સંસ્કારી હોવી જોઈએ પરંતુ તેણી ગોવામાં એક રેસ્ટોરા ચલાવી રહી છે. તેણે 13 મહિના પહેલા મૃત્યુ પામેલા એક શખ્સના નામ પર બનાવટી લાઈસન્સ પ્રાપ્ત કર્યું છે. વધુ વાંચોઃ સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદે બાર ચલાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.