સારા વકીલો ગરીબોની પહોંચની બહાર છે, દેશના કાયદા મંત્રીની કબૂલાત - At This Time

સારા વકીલો ગરીબોની પહોંચની બહાર છે, દેશના કાયદા મંત્રીની કબૂલાત


નવી દિલ્હી,તા. 10 જુલાઈ 2022દેશના કાયા મંત્રી કિરેન રિજ્જુએ મહારાષ્ટ્રમાં નેશનલ લો યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેમણે કબૂલાત કરી હતી કે, સારા વકીલોની સેવા સાધારણ વ્યક્તિના પહોંચની બહાર છે.તેમણે કહ્યુ હતુ કે, ગરીબ લોકોને સારા વકીલની સેવા મળવી મુશ્કેલ છે. કારણકે તેમની ફી વધારે હોય છે. જોકે ગરીબ વ્યક્તિ ન્યાયથી આ કારણસર વંચિત રહેવો જોઈએ નહીં. હું દિલ્હીમાં એવા વકીલોને જાણું છું જે સાધારણ વ્યક્તિના પહોંચની બહાર છે. સારા વકીલોને આમ આદમી પણ પોતાનો કેસ લડવા માટે રાખી શકે તેવુ વાતાવરણ હોવુ જોઈએ.તેમણે સાથે સાથે કહ્યુ હતુ કે, બ્રિટનમાં એક જજ એક દિવસમાં 3 થી 4 કેસની સુનાવણી કરે છે. તેની સામે ભારતની કોર્ટોમાં એક જજ રોજ 40 થી 50 મામલાની સુનાવણી કરે છે. આ સંજોગોમાં પણ તેમના પર નિષ્પક્ષ ચુકાદો આપવાની જવાબદારી હોય છે. ક્યારેક ક્યારેક હું જજ અંગે સોશિયલ મીડિયામાં થતી ટિપ્પણી જોઉં છુ ત્યારે મને થાય છે કે, ન્યાયાધીશો જેટલુ કામ કરે છે તે બીજા લોકોની જાણકારી બહારની વાત છે. લોકો સોશિયલ મીડિયાના યુગમાં તરત જ કોઈ તારણ કાઢીને જજો પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરવા માંડે છે.રીજ્જુએ કહ્યુ હતુ કે, બે દિવસ પહેલા હું લંડન ગયો હતો અને ત્યાં ન્યાય પ્રણાલી સાથે જોડાયેલા લોકોને મળ્યો હતો અને તેમના મનમાં ભારતની કોર્ટો પ્રત્યે ઘણુ સન્માન છે. ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદાને બ્રિટનમાં પણ ટાંકવામાં આવે છે.જોકે તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં પેન્ડિંગ કેસની સંખ્યા વધીને પાંચ કરોડ પર પહોંચી છે અને તે ચિંતાનો વિષય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.