કોરોના વાઈરસનો સપાટો: પાટણ જિલ્લામાં નવા 5 કેસ - At This Time

કોરોના વાઈરસનો સપાટો: પાટણ જિલ્લામાં નવા 5 કેસ


પાટણ,તા.29સમગ્ર પાટણ જિલ્લામાં શરૃ થયેલી કોરોનાની ચોથી લહેરમાં નવા ૫
કેસનો  ઉમેરો થયો છે.આજે નોંધાયેલા કોરોના કેસોમાં
પાટણમાં ૨,સિદ્ધપુરમાં
૨ જ્યારે ચાણસ્મામાં ૧ કેસ નો સમાવેશ થાય છે. જિલ્લાના નવ તાલુકા પૈકી ત્રણ તાલુકામાંથી
પોઝીટીવ કેસ બહાર આવ્યા છે.પાટણ જિલ્લામાં અત્યારે ૨૮ કોરોના કેસ એક્ટિવ છે.

જિલ્લામાં આજે આર્ટીપીસીઆર ૧૬૬૮ તેમજ એન્ટીજેન ૩૭૩ મળી કુલ
૨૦૪૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫ કેસ પોઝીટીવ આવ્યા છે.આજે નોંધાયેલા કેસોમા ૧
પુરુષ તેમજ ૪ ી દર્દીઓનો સમાવેશ થાય છે.જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી
રહ્યુ છે.આજે પાટણ શહેરમાં નોંધાયેલા ૨ કેસમાં મોતીશા માં રહેતી ૨૭ વર્ષીય યુવતી
તેમજ નાણાવટી સ્કૂલ પાસે રહેતી ૩૨ વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે.જ્યારે સિદ્ધપુર
તાલુકાના કુંવારા ના ૬૫ વર્ષીય વૃદ્ધ પુરુષ તેમજ ઉમરું ગામના ૭૩ વર્ષીય વૃદ્ધ
મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આ ઉપરાંત ચાણસ્માના ઈન્દિરાપરામાં રહેતી
૪૪ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત બની છે. જિલ્લામાં વધતા કોરોના કેસને લઈ
આરોગ્યતંત્ર દોડતું થયું છે.જિલ્લામાં કોરોના કહેરને કાબુમાં લેવા શાળાઓ,જાહેર તેમજ ખાનગી
પરિવહન સહિત તમામ સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ થાય તે જરૃરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.