વેક્સીન અભિયાનમાં પોલમપોલ, અમિત શાહ-નીતિન ગડકરી જેવા કેન્દ્રીય મંત્રીઓના નામે વેક્સીન લગાવાઈ - At This Time

વેક્સીન અભિયાનમાં પોલમપોલ, અમિત શાહ-નીતિન ગડકરી જેવા કેન્દ્રીય મંત્રીઓના નામે વેક્સીન લગાવાઈ


નવી દિલ્હી, તા. 24. જુલાઈ. 2022 રવિવારભારત 200 કરોડ કરતા વધારે કોરોના વેક્સીન ડોઝ લગાવવાની ગૌરવશાળી સિધ્ધિ મેળવી ચુકયુ છે પણ સાથે સાથે યુપીમાં વેક્સીન અભિયાનની પોલમપોલ પણ સપાટી પર આવી છે.મળીત વિગતો પ્રમાણે કેન્દ્રીય મંત્રીઓના નામે પણ કોરોના વેક્સીન મુકાઈ છે અને તેના સર્ટિફિકેટ પણ ઈસ્યૂ થઈ ગયા છે.કેટલાક મરેલા વ્યક્તિઓના નામે પણ વેક્સીન મુકવામાં આવી છે.જેમના નામે વેક્સીન લગાવાઈ છે તેમાં ગૃહ મંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉર્જા મંત્રી પિયુષ ગોયલ , નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, નિર્મલા સિતારમણ સહિત દેશના જાણીતા વ્યક્તિઓના નામ છે.તેમના નામના સર્ટિફિકેટ પણ ઈસ્યૂ થયા છે.જેમાં નામના સ્પેલિંગમાં ભૂલ છે તો વય પણ ખોટી લખાય છે.નેતાઓ તો ઠીક છે પણ સન્ડે સિંહ અને મન્ડે સિંહ જેવા નામો રાખીને પણ લોકોને વેક્સીન મુકવામાં આવી છે.જોકે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના પ્રભારીનુ કહેવુ છે કે, 12 ડિસેમ્બરે મારુ મેલ આઈડી અને પાસવર્ડ કોઈએ હેક કરી લીધુ હતુ અને તેના કારણે આવુ થયુ હોવાની પણ શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.