સુરતમાં કોરોનાની ગતિ તેજ : નવા 84 કેસઃ એકટિવ કેસ વધીને 425
- સિટીમાં
62, ગ્રામ્યમાં
22 કેસ : 31 દર્દીને
ડિસ્ચાર્જ મળ્યોસુરત :સુરતમાં
કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સિટીમાં શનિવારે કોરોનામાં 62 અને જીલ્લામાં 22 મળી નવા 84
દર્દી સપડાયા છે. જયારે સિટીમાં 27 અને જીલ્લામાં 4 સહિત 31 દર્દીને
રજા આપવામાં આવી હતી.
આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં કોરોનામાં 62 કેસ નોધાયો છે. જેમાં
સૌથી વધુ સેન્ટ્રલમાં 14, લિંબાયતમાં 13, કતારગામમાં 9, રાંદેરમાં 6,અઠવામાં
6, વરાછા એમાં 4, વરાછા બીમાં 3,
ઉધના એ 4 અને ઉધના બી ઝોનમાંં 3 દર્દી ઝપેટમાં આવ્યા છે. જેમાં સ્ટાફ નર્સ, મેડીકલ
સહિત ચાર વિધાર્થી, પાંચ પ્રિઝનર, બે
શિક્ષક, વકીલ, 19 હાઉસ વાઇફ સહિતના
સમાવેશ થાય છે. જોકે એક પરિવારના બે સભ્યો સંપડાયા છે. જયારે સિટીમાં 27 દર્દીને રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ 326 એકટીવ
કેસ પૈકી નવ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત સુરત જીલ્લામાં 22 દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે જીલ્લામાં ચાર દર્દી રજા આપી હતી. ત્યાં
કુલ 99 એકટીવ કેસ છે. જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ
કેસ કુલ 425 થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.