ગુજરાતમાં કોરોનાની ગતિમાં ઘટાડો : નવા ૬૬૧ કેસ
અમદાવાદ,સોમવારગુજરાતમાં સતત
બીજા દિવસે કોરોનાની ગતિમાં રાહતજનક ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૧ કેસ નોંધાયા
છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. રાજ્યમાં ઓગસ્ટના ૮ દિવસમાં કુલ ૬૭૫૧ વ્યક્તિ
કોરોના સંક્રમણમાં સપડાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદ શહેરમાં ૨૦૧-ગ્રામ્યમાં ૫ સાથે સૌથી વધુ ૨૦૬ નવા કેસ સામે આવ્યા હતા. આમ, અમદાવાદમાં
કુલ કોરોના સંક્રમિતોનો આંક હવે ચાર લાખની નજીક છે. અન્યત્ર મહેસાણામાં ૭૨, સુરતમાં
૭૦, રાજકોટમાં ૬૩, ગાંધીનગરમાં ૩૬, મહેસાણામાં ૩૪, બનાસકાંઠામાં ૨૯, મોરબીમાં ૨૨, કચ્છમાં
૨૦, જામનગરમાં ૧૬, અરવલ્લીમાં ૧૨, સાબરકાંઠામાં
૭, ભાવનગર-વલસાડમાં ૬, તાપી-આણંદ-પંચમહાલમાં ૫, પોરબંદરમાં ૪,જુનાગઢમાં ૩, પાટણમાં ૨, અરવલ્લી-ગીર સોમનાથ-દેવભૂમિ દ્વારકામાં
૧-૧ નવા કેસ નોંધાયા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં
કોરોનાની બંને મૃત્યુ ભાવનગર શહેરમાં થયા હતા. કોરોનાથી કુલ સત્તાવાર મરણાંક હવે ૧૦૯૮૦
છે. રાજ્યમાં હાલ ૫૮૬૨ એક્ટિવ કેસ છે જ્યારે ૧૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાંથી ૧૯૩૧, વડોદરામાં ૮૭૭, રાજકોટમાં ૫૧૦, સુરતમાં ૪૬૪
સાથે સૌથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૯૨ દર્દી કોરોનાથી સાજા
થયા છે. સોમવારે વધુ ૨.૫૬ લાખ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.