ગુજરાતમાં બે દિવસમાં કોરોનાના કેસની ગતિમાં ૪૦ ટકાનો ઘટાડો - At This Time

ગુજરાતમાં બે દિવસમાં કોરોનાના કેસની ગતિમાં ૪૦ ટકાનો ઘટાડો


અમદાવાદ,સોમવારગુજરાતમાં સળંગ
બીજા દિવસે કોરોનાના કેસમાં રાહતજનક ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૬ નવા કેસ
નોંધાયા હતા જ્યારે ૧ મૃત્યુ થયું હતું. આમ, બે દિવસમા ંકોરોનાના દૈનિક કેસની ગતિમાં
૪૦ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદ શહેરમાંથી ૧૭૨-ગ્રામ્યમાંથી ૪ સાથે સૌથી વધુ ૧૭૬ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાંથી
અન્યત્ર સુરતમાં ૭૭, મહેસાણામાં ૭૫, વડોદરામાં ૭૩, ગાંધીનગરમાં ૪૦, રાજકોટમાં ૨૫, કચ્છમાં
૧૬, ભાવનગરમાં ૧૨, પાટણમાં ૧૦, અરવલ્લી-સાબરકાંઠા-સુરેન્દ્રનગરમાં ૮, જામનગર-તાપીમાં
૭,  નવસારીમાં ૫, આણંદ-ભરૃચ-ગીર  સોમનાથ-મહીસાગર-પોરબંદરમાં ૪, બનાસકાંઠા-ખેડામાં
૩, પંચમહાલમાં ૨ અને દેવભૂમિ દ્વારકામાં ૧ નવો કેસ નોંધાયો હતો.રાજ્યમાં હાલ
૬૪૧૩ એક્ટિવ કેસ છે જ્યારે ૧૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાંથી ૨૨૫૪, વડોદરામાંથી
૮૨૦, સુરતમાંથી ૫૬૭ સાથે સૌથી વધુ દર્દી સારવાર હેઠળ છે. રાજ્યમાં કોરોનાથી કુલ સત્તાવાર
મરણાંક ૧૦૯૭૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૨૯ દર્દી કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી
રેટ ૯૮.૬૨ ટકા છે. સોમવારે વધુ ૨,૭૪,૯૮૩ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. અત્યારસુધી
કુલ વેક્સિનેશન ડોઝ ૧૧.૬૮ કરોડ છે, જેમાંથી પ્રીકોશન ડોઝ લેનારા ૮૯.૨૩ લાખ છે.  કોરોનાના નવા ૧૭૨ કેસ નોંધાયાઅમદાવાદમાં વધુ
૧ સહિત સાત દિવસમાં કોરોનાથી ૧૦ના મૃત્યુઅમદાવાદમાં સાત
દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૩૦૦થી નીચે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ
શહેરમાં કોરોનાના ૧૭૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ મૃત્યુ થયું છે.અમદાવાદ શહેરમાં
આજે રાણીપના ૬૦ વર્ષીય પુરુષનું કોરોનાથી મૃત્યુ થયું હતું. હાઇપરટેન્શન અને ફેફસાની
સમસ્યાને લીધે તેમને કોમોર્બિડિટી હોવાનું સામે આવ્યું છે. આમ, છેલ્લા એક સપ્તાહમાં
જ અમદાવાદમાંથી ૧૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલમાં
૧૦ જ્યારે સોલા સિવિલમાં ૩ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. અસારવા સિવિલમાં સારવાર
માટે દાખલ બે દર્દીઓ વેન્ટિલેટર, બે બાયપેપ પર, બે ઓક્સિજન પર છે જ્યારે અન્યની હાલત
સ્થિર છે. સોલા સિવિલમાં બે દર્દીઓ ઓક્સિજન પર છે.

આમ, બંને સિવિલમાંથી
કુલ ચાર દર્દાઓ ઓક્સિનજન હેઠળ છે. સોમવારે અમદાવાદ શહેરમાંથી ૧૬૦૬૧ દ્વારા કોરોના વેક્સિન
લેવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં કુલ વેક્સિનેશન ડોઝ ૧.૧૨ કરોડ છે.આ પૈકી કુલ ૭.૪૫
લાખ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.