બોટાદ શહેરના રેલવે સ્ટેશન સામે હેરીટેજ ધર્મશાળા માંથી યુવકનો મોબાઈલ ફોન ચોરાયો
બોટાદ શહેરના પાળીયાદ રોડ સુર્યા ગાર્ડન પાછળ ભરતનગર વિસ્તારમાં રહેતા દુષ્યંતભાઇ પ્રવિણભાઇ ચૌહાણ કલેક્ટર કચેરીમાં પ્યુન તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે,તેઓના નાના ભાઇ ના લગ્ન હોય તેથી હેરીટેજ ધર્મશાળા ભાડે રાખેલ હોય,તેઓ કામથી ધર્મશાળા ખાતે ગયેલા હોય ત્યાં બેઠક માટે ડોમ બનાવેલ હોય ત્યાંથી તેનાં ફાધર ને છેલ્લે ફોન કરેલ ત્યારબાદ તેઓ બેડ ઉપર ફોન મુકી વોશરુમ માં પાણી આવે છે કે નહીં તે જોવા ગયા થોડીવારમા પરત આવતાં ફોન મળ્યો નહીં ઘણી શોધખોળ કરી પણ ના મળ્યો અંતે સીટીઝન પોર્ટલ ઊપર ઓનલાઇન અરજી કરીતા. ૧૪/૦૪/૨૦૨૪ ના રોજ સિટીઝન પોર્ટલ પર મારા મોબાઇલની ચોરી થવા બાબતે મેં ઇ એફ.આ ઇ.આર નં.૨૦૨૪૦૫૧૮૩૦૨૫૨૦ થી અરજી કરેલ હતી જેથી મારો રિયલ મી કંપનીનો 11X 5G (8/128GB) B LACK મોડલનો મોબાઇલ જેનો MIEI NO. 862166064988351 જેની કિં.રૂ.૧૪૯૯૯/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જેથી આ અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધાવ્યો પોલીસ દ્વારા 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ મનોજભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.