શાહરુખના દીકરાને જેલમાં ધકેલનારા અધિકારીની રાજકારણમાં એન્ટ્રી:ચર્ચિત IRS અધિકારી સમીર વાનખેડે એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે, ધારાવી વિધાનસભા સીટથી ચૂંટણી લડશે
ચર્ચિત ઇન્ડિયન રિવેન્યૂ સર્વિસ (IRS) અધિકારી સમીર વાનખેડે હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેઓ એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થઈ શકે છે. નોંધનીય છે કે તેઓ મુંબઈની ધારાવી વિધાનસભા સીટથી ચૂંટણી લડી શકે છે. સમીર વાનખેડે 2008 બેંચના IRS અધિકારી છે. 2021 સુધી તેમણે NCBના જોનલ ડાયરેક્ટરનું પદ સંભાળ્યું હતું. ધારાવી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે સમીર વાનખેડે ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને હવે તેમની રાજનીતિમાં એન્ટ્રીને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. તેઓ ધારાવી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરશે. મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન સરકાર છે, જેમાં ભાજપનો સમાવેશ થાય છે. 2019ની વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી. ત્યારબાદ ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. ભાજપે 165 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 105 બેઠકો જીતી હતી. શિવસેનાએ 126 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 56 જીતી હતી. મહારાષ્ટ્રના રાજકારણમાં હવે બે શિવસેના અને બે એનસીપી છે. શિંદે જૂથની શિવસેના ભાજપ સાથે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના કોંગ્રેસ સાથે છે. એ જ રીતે, અજિત પવારની એનસીપી ભાજપ સાથે ગઠબંધનમાં છે, જ્યારે શરદ પવારની એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં છે. મહારાષ્ટ્રમાં કયા દિવસે ચૂંટણી? ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે. 20 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે. મહારાષ્ટ્રમાં કુલ 9.63 કરોડ મતદારો છે. કોણ છે સમીર વાનખેડે? 44 વર્ષીય સમીર વાનખેડે 2008 બેચના IRS ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે. 2021 સુધી તેમણે મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડિરેક્ટર તરીકે કામ કર્યું. એનસીબીમાં જોડાતા પહેલા, વાનખેડે રાષ્ટ્રીય તપાસ એજન્સી અને એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે કામ કર્યું હતું. સમીર વાનખેડેનાં આ કિસ્સાઓ હેડલાઈન્સ બન્યા અંડરવર્લ્ડ ડોન દાઉદ ગેંગના ડ્રગ્સ નેક્સસ તોડવા, ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક સામે મની લોન્ડરિંગ કેસ, કસ્ટમ ચોરી કેસમાં ગાયક મીકા સિંહ, કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જેલ હવાલે કરનારા સમીર વાનખેડેની ગણતરી બહાદુર અધિકારી તરીકે કરવામાં આવી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.