હરિયાણામાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની પહેલી રેલી:અગાઉ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ અંબાલા આવી શક્યા ન હતા, હુડ્ડા-ઉદયભાન પણ હાજર રહેશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે હરિયાણાના પ્રવાસે છે. તેઓ કરનાલમાં ઈન્દ્રી વિધાનસભાના કુંજપુરા સ્ટેડિયમમાં રેલીમાં સંબોધન કરશે. જેમાં પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાન પણ હાજર રહેશે. અહીંથી કોંગ્રેસે રાકેશ કંબોજને ટિકિટ આપી છે. કંબોજ પહેલા પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને ધારાસભ્ય પણ બની ચૂક્યા છે. અહીંથી ભાજપના ઉમેદવાર રામકુમાર કશ્યપ છે, જ્યારે BSP-INLDના સંયુક્ત ઉમેદવાર સુરેન્દ્ર ઉદાના છે. ખડગે દલિત અને હુડ્ડા જાટ મતદારોને રીઝવશે
ઈન્દ્રીમાં લગભગ 23 હજાર મતો કંબોજ સમુદાયના છે. રાકેશ કંબોજ અને પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજ તેમને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં સાડા 18 હજાર મત જાટ સમુદાયના છે. 44 હજારથી વધુ મતદારો અનુસૂચિત જાતિના છે. આ અહીંની મોટી વોટબેંક છે. ખડગે અને ઉદયભાન આ વોટ બેંકને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કરશે. અહીં કશ્યપ સમુદાયના લગભગ 18 હજાર વોટ છે, જે રામકુમાર કશ્યપ તરફ જઈ શકે છે, પરંતુ કશ્યપ સમુદાયમાં તેમની સામે થોડી નારાજગી છે. સુરેન્દ્ર ઉદાના પણ અહીં ખૂબ જ સક્રિય છે અને તેઓ પણ આ મતોમાં ગાબડું પાડવાનું કામ કરશે. આ રીતે અહીં ત્રિકોણીયો જંગ જામી રહ્યો છે. આ સમાચાર પણ વાંચો... 'મોદીને સત્તામાંથી હટાવીને જ મરીશ':ચાલુ ભાષણે સ્ટેજ પર બેભાન થયા ખડગે; ફરી ઊભા થઈને બોલ્યા- આટલી જલદી નહીં મરું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જમ્મુ-કાશ્મીરના જસરોટા વિધાનસભા ક્ષેત્રના બરનોટીમાં એક રેલી સંબોધી હતી. પોતાના ભાષણમાં તેઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા હતા. થોડીવાર બોલ્યા પછી ખડગે અચાનક બેભાન થઈ ગયા. જે બાદ તેમની સ્પીચને અધવચ્ચે અટકાવી પડી હતી. થોડીવાર આરામ કર્યા બાદ ખડગેએ સભામાં લોકોને સંબોધન કર્યુ હતું. પણ પછી થોડીવાર પછી બોલતાં બોલતાં પાછા અટકી ગયા હતા. PM મોદીએ ફોન કરીને ખડગેની તબિયત વિશે ખબર કાઢી હતી. 'મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી હું મરીશ નહીં'
બીજીવાર ચૂપ થયા પછી ખડગે ફરી સ્ટેજ પર ઊભા થયા અને જોરદાર ભાષણ શરૂ કર્યું હતું. તે પછી લગભગ બે મિનિટ સુધી ખડગેનું ભાષણ ચાલુ રહ્યું. અને સ્ટેજ છોડતી વખતે તેમણે કહ્યું કે 'હું 83 વર્ષનો છે અને હજુ મરવાનો નથી.' તેમણે કહ્યું કે 'જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી હું મરીશ નહીં.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.