જામનગરના લમ્પિ વાયરસના વેક્સિન કૌભાંડ મામલે પશુ ડોક્ટર સામે એફઆઇઆર દાખલ કરવા કોંગ્રેસનું આવેદન
જામનગર તા.29 જુલાઈ 2022,શુક્રવારજામનગર મહાનગરપાલિકા ના કરાર આધારિત પશુ ડોકટરની પાણી ભરેલા વેકશીન ના ઇન્જેક્શન મારી દેવા અંગેની ઓડિયો કલીપ વાયરલ થવાના મામલામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે પશુ ડોક્ટર સામે એફઆઇઆર દાખલ કરવાની માગણી સાથે રેલી યોજી જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવાયું છે. જામનગર શહેર માં લમ્પિ વાયરસના કારણે ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે લમ્પિ વાયરસના વેકશીન મામલે પાણી ભરેલા ઇન્જેક્શનો ગાયોને લગાવી દેવા અંગેનો બે તબીબો વચ્ચેનો ઓડિયો કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા જારી કરી દેવાયો હતો, અને વેક્સિનનો કૌભાંડ સામે આવ્યા પછી મ્યુનિ. કમિશનર દ્વારા પશુ ચિકિત્સક ડોક્ટર ગોધાણી ને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવાયા હતા.જે પશુ ડોક્ટર સામે એફ.આઈ.આર. દાખલ કરવાની માંગણી સાથે આજે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ની રાહબરી હેઠળ એસ.પી. કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી જઈ તબીબ સામે ફરિયાદ દાખલ કરવાની માગણી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.