સોનિયા ગાંધી બે મહિનામાં બીજી વખત કોરોના સંક્રમિત, પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર પણ પોઝીટિવ - At This Time

સોનિયા ગાંધી બે મહિનામાં બીજી વખત કોરોના સંક્રમિત, પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર પણ પોઝીટિવ


નવી દિલ્હી,તા. 13 ઓગસ્ટ 2022, શનિવાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. જયરામ રમેશે ટ્વીટ કરતાં લખ્યુ કે, "કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રોટોકોલને પગલે તે આઇસોલેશનમાં રહેશે." આ અગાઉ 2 જૂને પણ સોનિયા ગાંધીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તે જ સમયે, બુધવારે પ્રિયંકા ગાંધી પણ કોરોના ચેપની ઝપેટમાં આવ્યા હતા. તે પણ હાલમાં આઈસોલેશનમાં છે. આ પહેલા પણ 3 જૂને  પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ભૂતપૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારને પણ કોરોના ભૂતપૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારને પણ કોરોના થયો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપતા લખ્યુ કે, ગઈકાલે રાત્રે તે ફરીથી કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જે જાણ્યા બાદ તે હાલ કવોરન્ટાઇન છે. આ સાથે મીરા કુમારે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે.વધુ વાંચો: બોફોર્સ-નેશનલ હેરલ્ડ: કોમન લીંક સોનિયા ગાંધી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.