પુત્રીની સાવકા પિતા સહિત ત્રણ સામે ફરિયાદ: જન્મના પ્રમાણપત્રમાં નામ બદલ્યાનો આક્ષેપ - At This Time

પુત્રીની સાવકા પિતા સહિત ત્રણ સામે ફરિયાદ: જન્મના પ્રમાણપત્રમાં નામ બદલ્યાનો આક્ષેપ


અમદાવાદ,તા 7 જુલાઈ 2022,ગુરૂવારએરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સગીર પુત્રીએ જન્મના પ્રમાણપત્રમા ફેરફાર કરી ખોટી વિગતો દર્શાવી પોલીસ સ્ટેશનમાં રજૂ કરનાર પિતા સહિત ત્રણ જણા સામે ફરિયાદ કરી છે. સગીરાના જન્મના પ્રમાણપત્રમાંથી માતા-પિતાનું નામ હટાવી બીજા નામ દર્શાવતા પ્રમાણપત્રની નકલ પોલીસ સ્ટેશનમાં રજૂ કરાઈ હતી. પ્રિયા ગેલવાનીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેના પિતા મોહનભાઇ, માતા જયશ્રીબહેન અને પિતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ પ્રિયાની માતા જયશ્રીબહેનનું ગત તા 23 જૂને,2022ના અવસાન થયું હતું. પ્રિયાનો જન્મ 2004માં થયો અને તેના અસલ પિતાનું નામ વિકાસ ઠાકુર હતું. પરિયાની માતાએ વિકાસ ઠાકુરથી છૂટાછેડા લઈ મોહન ગેલવાની સાથે બીજા લગ્ન કર્યા હતા. ગત તા 17 મેના રોજ જન્મનું પ્રમાણપત્ર ના મળતા પ્રિયા તેના ઘરેથી સ્કૂલ લિવિંગ સર્ટી લઈને તેની મિત્ર સપના સાથે નીકળી હતી. પ્રિયાને જાણવા મળ્યું કે, તેના બીજા પિતા મોહન ગેલવાણીએ પોલીસ ફરિયાદ કરી છે. જે તે સમયે પોલીસમાં તેના જન્મ પ્રમાણપત્રની ઝેરોક્ષ રજૂ કરી હતી.પ્રિયા તેના મિત્ર સાહિલ સાથે પોલીસ સમક્ષ હાજર થઈ હતી. તે સમયે જાણવા મળ્યું કે, જન્મ પ્રમાણ પત્રમાં તેના અસલી પિતાની જગ્યાએ મોહનભાઈનું નામ ઉપરાંત સરનામું પણ ખોટું હતું. આથી જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરી પોલીસમાં રજૂ કરવા અંગે પ્રિયાએ ફરિયાદ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.