જામનગરની પરણીતાને દહેજ ભૂખ્યા સાસરીયાઓનો ત્રાસ: દહેજની માંગણી સાથે હાંકી કાઢ્યાની ફરિયાદ
જામનગર,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગરમાં નહેરૂ કોલોની વિસ્તારમાં રહેતી એક પરણીતાને તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી માવતરેથી દહેજ લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ મહિલા પોલીસ મથકમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં નહેરૂ કોલોની વિસ્તારમાં રહેતી ચેતનાબેન રાહુલભાઈ પરમાર કે જેને જામનગરમાં ફોરેસ્ટ કોલોની પાછળના વિસ્તારમાં રહેતા તેણીના સાસરિયાઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી માવતરેથી વધુ કરિયાવાર લાવવાની માંગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી. આથી તેણીએ મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના પતિ રાહુલ તુલસીભાઈ પરમાર, સાસુ કાંતાબેન, સસરા તુલસીભાઈ વેલજીભાઈ, જેઠ રાજુભાઈ તુલસીભાઈ વગેરે સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ સાસરીયાઓ સામે દહેજ ધારા તેમજ સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.