અગાઉના પતિ પાસેથી પુત્ર પાછો મેળવવા સહકાર ન આપી ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે પતિ વિરુદ્ધ ફેરિયાદ
વડોદરા, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારઅગાઉના લગ્ન જીવન દરમિયાન જન્મેલ પુત્ર પાછો મેળવવા સહકાર ન આપી શારીરિક અને માનસિક ત્રાસ આપવા અંગે પરિણીતાએ પતિ તથા સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે આરોપીઓ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર, મારામારી, દહેજ પ્રથા સહિતની કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા પ્રથમ લગ્ન વર્ષ 2011 દરમ્યાન મારી કેરાલીયન જ્ઞાતિના રીતે રિવાજ મુજબ સમાજના મૃણાલ નાયર સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ ઘર કંકાસથી કંટાળી ફેમિલી કોર્ટના માધ્યમથી છૂટાછેડા લીધા હતા. જોકે છૂટાછેડાના સમયગાળા દરમિયાન મનોજ આચાર્ય ( રહે - મનહરપાર્ક સોસાયટી, નોવિનો) સાથે પરિચય થતા લગ્ન કરવાનું તથા ભવિષ્યમાં પુત્રને સ્વીકારવાનું નક્કી કર્યું હતું. જોકે હાલ છુટાછેડા લઈ બાદમાં પુત્રની કસ્ટડી માટે અરજીનો ભરોસો આપી પુત્રની કસ્ટડી કાયમી અગાઉના પતિ પાસે રહેશે તેવું નોટરાઇસ કરાવ્યું હતું. બીજા લગ્ન બાદ સંતાનમાં પુત્રીનો જન્મ થયો હતો. પ્રેગ્નન્સી દરમિયાન પતિએ ઘરમાં પુરી મને માર મારતા તબિયત લથડી હતી. દરમિયાન તું કેમ મોડી રાત સુધી ઓનલાઈન રહે છે તેમ કહી પતિએ ઝઘડો કર્યો હતો. દહેજ પેટે પણ 10 લાખ રૂપિયાનું દબાણ કરતા હતા. તાજેતરમાં રસ્તામાં મારા પતિએ રોકી મને જણાવ્યું હતું કે, તારી કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તું નોકરી પર ગઈ નથી કોની સાથે ફરી રહી છે. તેમ કહી અપશબ્દ બોલ્યા હતા. ત્યારબાદ ફરી વખત મને રસ્તામાં રોકી અપ શબ્દો બોલતા હું એ પોલીસને ફોન કરવાનો પ્રયાસ કરતા મારા હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લીધો હતો. જેથી નજીકની દુકાને જઈ પોલીસને ફોન કરતા પતિ નાસી છૂટ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.