આજે મનપાનો સ્થાપના દિન, આ વખતે ઉજવણી નહીં થાય
મ્યુઝિક નાઈટ અને કોન્સર્ટ સહિતના કાર્યક્રમ યોજાય છે પરંતુ આ વર્ષે આચારસંહિતા નડી
રાજકોટ મહાનગરપાલિકાનો 49મો જન્મદિવસ 19મીએ આવી રહ્યો છે. જો કે આ વખતે આચારસંહિતા હોવાથી કોઇપણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહિં. મનપાના સ્થાપના દિવસ નિમિત્તે મ્યુઝિક નાઈટ, કોન્સર્ટ સહિતના કાર્યક્રમો થતા હોય છે. રેસકોર્સમાં યોજાતા આ જાહેર કાર્યક્રમોમાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાતા હોય છે. જો કે આ વર્ષે ચૂંટણી હોવાથી આચારસંહિતાને કારણે કોઇ કાર્યક્રમ કરી શકાશે નહિ તેમજ સાદી રીતે પણ ઉજવણી કરાશે નહિ. રાજકોટ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો 19-11-1973માં મળ્યો હતો અને ત્યારથી જ દર વર્ષે સ્થાપના દિવસ ઉજવાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.