ઘેલા સોમનાથ ટ્રસ્ટમાં કોળી સમાજ સાથે કેમ ? - At This Time

ઘેલા સોમનાથ ટ્રસ્ટમાં કોળી સમાજ સાથે કેમ ?


ઘેલા સોમનાથ ટ્રસ્ટમાં કોળી સમાજ સાથે કેમ ?

ઘેલા સોમનાથ ટ્રસ્ટમાં કોળી સમાજ સાથે કેમ અન્યાય પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલૅ મુખ્યમંત્રી કલૅકટરનૅ લૅખીત ફરિયાદ કરી ઉગ્ર રૉષ આગામી દિવસોમાં જોયા જેવી થવાના ભણકારા

કોળી સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ રાજગૉર બ્રહ્મ સમાજ સાધુ સમાજ પ્રજાપતિ સમાજ સહિત વિવિધ સમાજમાં ઉકળતો ચરૂ હોવાના વાવડ છૅ સામાજિક કાર્યકર નરેશભાઈ ચૉહલીયા ની યૉગ્ય ન્યાય કરવા અપીલ

જસદણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જસદણ વિછીયાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોળી સમાજના આગેવાન ભોળાભાઈ ભીખાભાઈ ગોહેલ ઍ મુખ્યમંત્રી પટૅલ તથા રાજકોટ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી ને જણાવ્યું છે કે સરકાર હસ્તકના ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં કોળી સમાજને પ્રતિનિધિત્વ આપવા રજૂઆત કરી છે પૂર્વ એમએલએ ભોળાભાઇ ગોહિલે લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારના ઉધોગ અને ખાણ વિભાગ દ્વારા વિછીયા તાલુકામાં આવેલ શ્રી ઘેલા સોમનાથ મંદિર માટે કુલ 14 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે જેમાં બંને તાલુકામાં પ્રભુત્વ ધરાવતા કોળી સમાજના લોકો આગેવાનોને કોઈ જ સ્થાન આપવામાં આવ્યું નથી જેના કારણે સરકારે કરેલા કોળી સમાજને અન્યાય સામે ઉગ્ર રોસ પ્રગટ કર્યો છે અને નજીકના ભવિષ્યમાં ટ્રસ્ટમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાનું પણ જણાવ્યું છે જેથી વિવાદ ઉગ્ર બને તે પહેલા નીચેની બાબતોને ધ્યાને લઈ ટ્રસ્ટી મંડળ મા યોગ્ય ન્યાય કરવા લાગણી પ્રગટ કરી છે જસદણ અને વિછીયા તાલુકા માંથી નીચે મુજબના નામો મુકેશભાઈ મેર બોઘરાવદર રણજીતભાઈ ગોહિલ આટકોટ રવજીભાઈ સરવૈયા ભાડલા ગોવિંદભાઈ તાવિયા મોઢુકા દેવાભાઈ રાજપરા વિંછીયા કડવાભાઈ કાનાભાઈ જોગરાજીયા સહિત ના આગેવાનોનો સમાવેશ કરવા પત્રમાં જણાવ્યું છે અને કોળી સમાજની અવગણના કરવામાં આવશે તો આગામી સમયમાં તેના માઠા પરિણામ ભોગવવા પડશે અને જોયા જેવી થવાની ચીમકી પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે ઉચ્ચારી છે ઉલ્લેખનીય છે કે કોળી સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ રાજગૉર બ્રાહ્મણ સમાજ પ્રજાપતિ સમાજ સાધુ સમાજ સહિત વિવિધ સમાજના લોકો આગેવાનોમાં પણ ઉકળતો ચરૂ વહેતો થયો હોવાનું જાણવા મળે છે તેથી આ ટ્રસ્ટમાં તમામ સમાજને યોગ્ય ન્યાય મળે તે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને તેના વિકાસ તેમજ સર્વના સમાજના હિતમાં યૉગ્ય નિર્ણય કરવા સામાજિક કાર્યકર નરૅશભાઇ ચૉહલીયા ઍ આગ્રહ ભરી વિનંતી કરી છૅ.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.