રાજકોટ શહેરમાં “ફીટ ઇન્ડિયા” અભિયાન અન્વયે સાઇકલ રેલી યોજાઈ.
રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "ફીટ ઇન્ડિયા" અભિયાન અન્વયે રાજકોટ ખાતે રવિવારની સવારે "સન્ડે ઓન સાઇકલ રેલી" નું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફીટ ઇન્ડિયા સેન્ટર ખાતે કરવામાં કરાયુ હતુ. જેમાં વિવિધ શાળાઓના ખેલાડીઓ, વાલીઓ તથા તમામ સ્ટાફ સહભાગી થઈને "ફિટ ઇન્ડિયા" અંતર્ગત પોતાનુ યોગદાન આપ્યુ હતુ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓફ ગુજરાત તથા ખેલો ઇન્ડિયા સેન્ટર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ સાયકલ રેલીનુ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીના સહિયારા પ્રયાસોથી કરાયુ હતુ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.