લો બોલો! વંદેભારત ટ્રેનમાં પણ ‘વંદો’ નીકળ્યો:પીરસવામાં આવતી દાળમાં વંદો જોતા જ મુસાફર ચોંકી ઊઠ્યો, ટીસી સાથે બબાલ કરી, VIDEO
આઈસક્રીમમાં કાનખજૂરો, ચિપ્સમાં દેડકા અને ફ્લાઈટના ફૂડમાં બ્લેડ, આવા વીડિયો સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઈ રહ્યા છે. હવે વંદે ભારત ટ્રેનમાં પિરસાતી દાળમાં વંદો નીકળ્યો હોવાનો બનાવ બન્યો છે. જેને વંદો નીકળ્યો તે પેસેન્જર રિક્કી જેસવાનીએ ટીસી અને રેલવે પોલીસ સાથે આ મુદ્દે માથાકૂટ કરી હતી. સાથે બીજા પેસેન્જરોએ પણ રિક્કીને સપોર્ટ આપ્યો હતો.
શિરડીથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોએ રાત્રે ટ્રેનની પેન્ટ્રીમાં જ ડિનરનો ઓર્ડર આપ્યો હતો. ડિનરમાં દહીં ખરાબ નીકળ્યું હતું અને દાળમાં વંદો નીકળ્યો હતો. પેસેન્જર રિક્કી જેસવાનીએ ટીસી સાથે દલીલ કરતાં કહ્યું કે, મેં પોતે ચાર દહીં ખોલ્યા. મારી સાથેના પેસેન્જરે પણ ચાર દહીં ખોલ્યા. બધાં દહીં ખરાબ નીકળ્યાં. હું દાળ ખાતો હતો ત્યાં મારી ફઈનું ધ્યાન ગયું ને તેમણે કહ્યું કે, દાળમાંથી વંદો નીકળ્યો છે. આ જ ફૂડ મારા 80 વર્ષના દાદા ખાઈ રહ્યા છે. તેનું પેટ વંદો પચાવી શકે? તમે ટીસી છો. તમે જ કહો. તમે પણ આ જ ફૂડ ખાઓ છો? બીજો પેસેન્જર ટીસીને પૂછે છે કે, હવે અમે શું કરીએ? તમે જ કહો. ત્યારે ટીસી જવાબ આપે છે કે, તમે કમ્પ્લેન કરી શકો છો. આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ બનાવ પછી રિક્કી જેસવાનીએ ટ્વિટર પર રેલમંત્રી અને IRCTCને ટેગ કરીને લેખિત ફરિયાદનો નંબર પણ જણાવ્યો છે.
દરમિયાન, એક્સ યુઝર દિવ્યેશ વાનખેડકરે આ ઘટના સાથે સંબંધિત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. જેને જેસવાણીએ પણ ફરીથી પોસ્ટ કર્યા હતા. આ તસવીરોમાં IRCTCને ટેગ કરવામાં આવ્યું હતું, જેમાં જેસવાણી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અને દૂષિત કઠોળની તસવીરોનો સમાવેશ થાય છે. IRCTCએ જવાબ આપ્યો
આ મામલે IRCTCએ વાનખેડકરની X પોસ્ટનો જવાબ આપતાં કહ્યું કે સર્વિસ પ્રોવાઈડરને દંડ ફટકારવામાં આવ્યો છે. તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો. એટલે IRCTCએ પણ માત્ર દંડ ફટકારીને સંતોષ માની લીધો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.