ચોગઠ ગામે બોરની ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોની કૃષી વિભાગ દ્વારા શિબિર યોજાઈ - At This Time

ચોગઠ ગામે બોરની ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોની કૃષી વિભાગ દ્વારા શિબિર યોજાઈ


ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે બોરની ખેતી કરતા ખેડૂતોની શિબિરનું આયોજન કાળુભાર નદી ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO)ના સહયોગથી ખેતી વિભાગ દ્વારા જીલ્લા કૃષિ નિયામક મોહમ્મદ રિઝવાન ઉમરાળા ખેતી વિસ્તરણ અધિકારી કોમલબેન ચાવડા,ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ડાભી,FPOના ચેરમેન કરણસિંહ ગોહિલ,સિહોર ખેતી વિસ્તરણ અધિકારી ઉમેશભાઈ ચોગઠ ગામના સરપંચ ભરતભાઈ જાદવ તલાટી મંત્રી અમિતભાઈ બારૈયા,સહકારી મંડળીના પ્રમુખ દેવરાજભાઈ તેમજ ચોગઠ ગામના ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહે અને ચોગઠ ગામે બોરડીના પાક વિશે અનેક સવાલો જવાબો નો દોર શરૂ થયો અને આ સમયે દરેક ખેડૂતોને શાંતિપૂર્વક અને લાભદાયિક અને ખેતી વિશે માહિતગારી કરી કઈ રીતે પાકને ઉત્પાદન વધે અને સારા ભાવ આવે ખેતી અને આપણો ખેડૂત સધ્ધર થાય તેના માટે યોગ્ય માર્ગદર્શન ખેતી નિયામક રિઝવાન દ્વારા પૂરું પાડેલ અને આગળ ખેડૂતો માટે જે કાંઈ બાગાયત ને લગતી સંપૂર્ણ માહિતી માટે વિશ્વાસપાત્ર નિર્ણય લેવાય તે માટે ખેડૂતોને વધુમાં વધુ માહિતી આપે તેવી ખાતરી આપી તેમજ ખેડૂતોને સારો પાક થાય તે માટે સરકાર તરફથી ફ્રીમાં દવાનુ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાળુભાર નદી ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (FPO) ટીમ સાથે ગ્રામ સેવક લલિતભાઈ અને ચોગઠ ગામના અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ડાભી દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.