સોનાવાલા હોસ્પિટલ, બોટાદ ખાતે જાહેરમાં ધુમ્રપાન/તમાકુનું સેવન કરતા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી - At This Time

સોનાવાલા હોસ્પિટલ, બોટાદ ખાતે જાહેરમાં ધુમ્રપાન/તમાકુનું સેવન કરતા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી


સોનાવાલા હોસ્પિટલ, બોટાદ ખાતે જાહેરમાં ધુમ્રપાન/તમાકુનું સેવન કરતા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી

સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્લેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તથા વિભાગીય નાયબ નિયામક ભાવનગર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદની સૂચના મુજબ બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.જે અન્વયે તા. 6 માર્ચના રોજ સોનાવાલા હોસ્પિટલ, બોટાદ ખાતે જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ બોટાદ અને જિલ્લા હોસ્પિટલ તંત્રના સંયુક્ત ઉપક્રમ દ્વારા જાહેરમાં ધુમ્રપાન/તમાકુનું સેવન કરતા લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ કલમ અંતર્ગત જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ હોવાથી ધુમ્રપાન કરનારને દંડ કરીને ધુમ્રપાનથી થતાં નુકસાન અંગેની સમજ આપવામાં આવી હતી.

સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે અલગ અલગ વ્યક્તિઓને રૂ. 2200નો દંડ કરવામાં આવ્યો હતો. જેમાં બોટાદ તાલુકા તમાકુ નિયંત્રણ અધિકારીશ્રી ડો.એસ.એસ. પ્રસાદ, સોનાવાલા હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. યજ્ઞેશભાઈ, એ.એચ.એ. દિનેશભાઈ, વહીવટી અધિકારી હાર્દિકભાઈ તેમજ THO કચેરીમાંથી TMPHS શ્રી મનીષભાઇ દ્વારા કામગીરી કરવામા આવી હતી તેમ જિલ્લા ટોબેકો કંટ્રોલ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.