સીમલીયા બુઝર્ગમાં ઝઘડાનું સમાધાન થતુ ન હોવાનું લાગી આવતાં યુવતીનો ગળાફાંસો.
સામા પક્ષના લોકોએ પરિવાર સાથે મારામારી કર્યા બાદ પગલું ભર્યુ : અંતિમ વિધિ ટાંણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામમાં બે પક્ષો વચ્ચે ચાલતાં ડખાનું સમાધાન થતુ ન હતું. બુધવારની સાંજે થયેલી તકરાર બાદ આ બાબતથી લાગી આવતાં એક યુવતીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ગરબાડા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને કાયદેસરના કાગળો કર્યા હતાં.
પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના સીમળિયા બુઝર્ગ ગામના બારિયા ફલિયામાં રહેતાં ગોરચંદભાઇ ઉર્ફે ગોરાભાઇ બારિયાએ પોલીસને જણાવ્યુ હતુ કે, ગામમાં રહેતાં સામાવાળા અવાર-નવાર આવીને ઝઘડો તકરાર કરતાં હતાં. આ બાબતે સમાધાન કરતાં ન હતાં. જેથી તેમની 18 વર્ષિય દિકરી રીમ્પલબેન ઉર્ફે ડીમ્પલબેનને લાગી આવતાં તેણે રાતના 11.45 વાગ્યાના અરસામાં ઘરમાં દુપટ્ટાથી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ગોરચંદભાઇની જાહેરાતના આધારે પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો હતો. પોસ્ટ મોર્ટમ બાદ ગુરુવારે રીમ્પલબેનની અંતિમ વિધિ કરતાં ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, બુધવારની રાત્રે સામા પક્ષના લોકોએ ઝઘડો કરીને મારામારી કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ સીમલીયા બુઝર્ગ પહોંચી હતી. પરિવારના લોકો પોલીસ મથકે ગયા બાદ રિમ્પલબેને આ અવીચારી પગલું ભર્યુ હતું. ગરબાડા પોલીસે સામાપક્ષના લોકો સામે મારામારી અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.