રાજકોટ-લીંબડી હોનેસ્ટ હોટલમાં પત્રકાર તથા તેના પુત્ર પર જાન લેવા હુમલો કરવામાં આવેલ. - At This Time

રાજકોટ-લીંબડી હોનેસ્ટ હોટલમાં પત્રકાર તથા તેના પુત્ર પર જાન લેવા હુમલો કરવામાં આવેલ.


રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ હાઈ-વે પર આવેલી હોટલ પર મુસાફરો પાસેથી ખાણી પીણીની વસ્તુના MRP થી વધારે ભાવ લેવાતા હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. જવાબદાર તંત્રોના ભષ્ટ્ર કર્મીઓની રહેમ નજર તળે ચાલતી ગેરરીતિમાં મુસાફરો લૂંટાતા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હોય આ તત્વો બેફામ બન્યા છે. ગઈકાલે લિંબડીના ભાજપી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની માલિકીની હોટલ જમુના હોનેસ્ટ પર આવા જ મુદ્દે પત્રકાર અને તેના પુત્રને બેફામ ગાળો ભાંડીને લાકડી-ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના પત્રકાર હરેશભાઈ ભાલીયા તેના પત્રકાર પુત્ર તુષાર અને ભાણેજ વિશ્વાસ સાથે ચેનલના કામ માટે કારમાં અમદાવાદ જઈ રહ્યા હતાં. ત્યારે મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ લીંબડી હાઈ-વે પર આવેલી જમુના-હોનેસ્ટ હોટલ પર ચા-પાણી પીવા માટે ઊભા રહ્યા હતાં. જે દરમ્યાન હોટેલમાં આવેલી પાનની દુકાન વસ્તુ લેવા ગયા હતાં. જયાં વસ્તુના MRP થી વધારે ભાવ લેવાતા વિરોધ નોંધાવ્યો હતો. જેથી, ઉશ્કેરાયેલા દુકાન ચાલકે પત્રકાર હરેશભાઈ તેના પુત્ર તુષારને ગાળો ભાંડીને બોલાચાલી કરી હતી. ગાળો આપવાની ના પાડતા એકઠા થયેલા હોટેલના સ્ટાફ એકઠો થઈ ગયો હતો. આ લોકોને ફાર્મ હાઉસમાં લઈ લો એવી બુમો પાડતા લાકડી-ધોકા લઈને સ્ટાફના ટોળા એકઠા થઈ ગયા હતાં. પુત્રના અપહરણનો પ્રયાસ કરીને હોટલ પાછળ આવેલા MLA ના મનાતા ફાર્મ હાઉસ પર લઈ જવાનો પ્રયાસ કરતાં સ્ટાફના ટોળાને હરેશભાઈએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી, સ્ટાફના ટોળાએ લાકડી-ધોકા વડે હરેશભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં તુષારનો સોનાનો ચેન કોઈએ ખેંચી લઈને લૂંટ ચલાવી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા હરેશભાઈ અને તેના પુત્રને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર લીધા બાદ હરેશભાઈએ હોટલ સ્ટાફ સામે પોલીસ ફરિયાદ કરીને હુમલાના પુરાવા રૂપે હોટલના CCTV ફૂટેજ કબ્જે લેવા માંગ કરી હતી. રાજ્યના નાગરિકોની સલામતિની જેમની જવાબદારી બને છે તેવા ભાજપી ધારસભ્ય કિરીટસિંહ રાણાની હોટલ પર ગ્રાહકોને લૂંટવા ચાલતા ષડયંત્રનો વિરોધ કરવા ગયેલા પત્રકાર પર જીવલેણ હુમલો થતાં પત્રકાર આલમમાં રોષની લાગણી છવાઈ જવા પામી છે. જાગૃત મુસાફરોમાં પણ જે વ્યવસાયમાંથી ધારાસભ્યના પરિવારનું ભરણ પોષણ થાય તેના પોષક એવા ગ્રાહક પર થયેલા હુમલાને વખોડીને આવી હોટલ પર ઊભા રહેવા સામે વિરોધ ઊભો થવા પામ્યો છે. પોલીસ તંત્ર આ ફરિયાદ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં પત્રકાર એસોસિએશનો દ્વારા ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હોટલ સ્ટાફ દ્વારા પત્રકાર હરેશભાઈ પર હુમલા સામે વિરોધ નોંધાવીને વિરોધ પ્રદર્શન યોજવા અને રાજ્યભરમાં રજૂઆતો કરવા તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.